પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૭
પૌરાણિક દાખલાઓ


વેશ્યાના આવા ઉદ્દગારો સાંભળીને રાજકુમાર કહેવા લાગ્યો કેઃ–“પ્રિયે ! હું તારામાં આટલો બધો લંપટ હોવા છતાં તને હું મારી નાખીશ એ કલ્પના જ તારા મનમાં કેમ આવી શકે છે, તે હું સમજી શકતો નથી. તારે એ વિશે પોતાના ચિત્તમાં જરા પણ ચિંંતા ન રાખવી; જા, જીવ અને સદા સુખ ભોગવતી રહે !”

રાજકુમારનાં આવાં વાક્યો સાંભળી મદનમોહિનીએ તેના બંધ છોડી નાખ્યા, તેને તાંબુલ આપી પલંગ૫ર બેસાડ્યો અને પછી દ્વાર ઉધાડીને પ્રધાનપુત્રને અંદર આવવા દીધો. થોડીકવાર સુધી બન્ને મિત્રોનું સંભાષણ અને છેવટે મદનમોહિનીની કૃપા મેળવીને તેઓ પોતાના નિવાસસ્થાનમાં ચાલ્યા ગયા.

રાજકુમાર રક્તસેન હૃદયમાં અતિશય પશ્ચાત્તાપ પામીને મનમાં જ કહેવા લાગ્યો કે, “હે દેવાધિદેવ ! આજે તેં મને એક મહા ભયંકર પ્રાણહારક સંકટમાંથી બચાવ્યો છે, એ મારા પર મહદુપકાર થયેલો જ કહી શકાય. હવે કૃપા કરીને મને આવી દુષ્ટ બુદ્ધિ કદાપિ આપીશ નહિ !” આવી પ્રાર્થના કરીને તેણે ગરીબગુરબાને પુષ્કળ દાન આપ્યાં અને પછી તે વિશ્વાસઘાતિની વેશ્યાનો તત્કાળ ત્યાગ કરી ભાવિ અનર્થપાતને અટકાવી દીધો. રાજપુત્ર પોતાની નગરીમાં પાછો ફર્યો અને પિતાના મરણ બાદ રાજ્ય કરવા લાગ્યો.


વીરક્ષેત્રની સુંદરીને સદુપદેશ

અનંગભદ્રા ! રક્તસેન રાજકુમારની વાર્તા સમાપ્ત કરીને મેં તે સુંદરીને કહ્યું કે;-“રમણી ! આવી રીતે લોભી, કેફી, જાર, ચોર, જુગારી અને બુભુક્ષિતો સદા સર્વકાળ પોતાના જીવપર ઉદાર અને નિર્ભય થએલા જ હોય છે. અત્યારે મેં તને જે દૃષ્ટાંતસૂચક છ વાર્તાઓ કહી સંભળાવી છે તે સર્વનો વિચાર કરીને તું અત્યારે મને જવા દે. નહિં તો મને મારીને તું પોતે પણ મરાઈ જઈશ, એટલા માટે નિર્દયતાને ત્યાગીને ઉભયના પ્રાણ બચાવવાની યોજના કર. એટલા માટે પતિના ગૃહમાં રહી મરણપર્યન્ત ધનસંપત્તિનું સુખ