પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૯
કામવિકારનાં પુરાણ્પ્રસિધ્ધ દ્રષ્ટાંતો

મંદિરોમાં ભટકયો, પણ કૃષ્ણ વિનાનું એક પણ મંદિર તેના જોવામાં ન આવ્યું અર્થાત્ પરમેશ્વરની વ્યાપકતાનો તેને સાક્ષાત્કાર થયો. ત્યાર પછી શ્રીહરિની અગમ્ય માયાથી સ્નાનકાળમાં તે નારદની નારદી થઈને તેણે સાઠ હજાર વાલખિલ્યપુત્રોને જન્મ આપ્યો.

(૫) વિશ્વામિત્રે લોહપિષ્ટ ભક્ષીને સાઠ હજાર વર્ષોપર્યન્ત ઘોર તપશ્રર્યા કરીને બ્રહ્માંડને ડોલાવવા માંડ્યું એથી કદાચિત એ મારા ઇન્દ્રપદને લઈ લેશે એવા ભયથી સુરપતિ ઈન્દ્રે તેની તપશ્ચર્યાના પુણ્યનો ક્ષય કરવા માટે મેનકા નામક અપ્સરાને મોકલી, તેના મોહમાં લપટાઈ ઋષિ વિશ્વામિત્ર શ્વાનના રૂપે ઇન્દ્રની સભામાં ગયો અને પોતાની પરમ દુ:સાધ્ય ત૫શ્ચર્યાનો કામવિકારમાં પડી નાશ કરી નાખ્યો.

(૬) ચંદ્રે ગુરુગૃહમાં વિદ્યાભ્યાસ કરતી વેળાએ કામાસક્ત થઈને ગુરુપત્ની સાથે વ્યભિચાર કર્યો અને તેથી તેને શાશ્વત કલંક લાગી ગયું જે અદ્યાપિ સર્વના જોવામાં આવ્યા કરે છે.

(૭) રાવણે મદનેાન્મત્ત થઈને સીતાનું હરણ કર્યું તેથી લંકા ભસ્મીભૂત થઈ અને શ્રી રામચંદ્રના હસ્તે પુત્રપરિવારસહિત પોતે પણ નષ્ટ થઈ ગયો.

(૮) વાલીએ પોતાના બંધુની તારા નામક સ્ત્રીનું હરણ કરવાથી તે રામચંદ્રજીના હાથે મરાયો અને કિષ્કિંધાનું રાજ્ય, તારા જેવી સુંદર પત્ની અને અંગદ જેવા ચતુર પુત્ર, એ સર્વથી તે વંચિત થયો.

(૯) ભસ્માસુરને શિવ પાસેથી એવો વર મળ્યો હતો કે, તે જેના મસ્તક પર હાથ મૂકે કે તે ત્યાં જ બળીને ભસ્મ થઈ જાય. એથી તે એટલો બધો ફાટી ગયો કે, સર્વથી અજેય થઈ ગયો. ત્યાર પછી મોહિનીના સૌન્દર્યને જોઈ કામાસક્ત થઈને જેવી રીતે મેાહની નાચી તેવી રીતે પોતે પણ નાચવા લાગ્યો અને કામભ્રાંતિથી ભાન ભૂલી પોતાનો હાથ પોતાના મસ્તક પર મૂકીને ભસ્મીભૂત થઈ ગયો.

(૧૦) દુર્યોધને પાંડવોની મહાપતિવ્રતા પત્ની દ્રોપદીમાં કામવાસના રાખી કપટદ્યુતના યોગે તેને પાંડવો પાસેથી જીતી લીધી અને તેને