પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪
વ્યભિચારના દોષ અને પરિણામ

સેવકોને આજ્ઞા આપી દીધી કે –“અત્યારે અને આ ક્ષણે જ જઈને તે દુષ્ટ અતીતનો શિરચ્છેદ કરી નાખો અને તેનું માંસ કાગડા કૂતરાને ખવડાવી દ્યો !” સેવકોએ રાજાની આજ્ઞાનું અક્ષરશઃ પાલન કર્યું.


વ્યભિચારના દોષ અને પરિણામ

અનંગભદ્રા ! એ દૃષ્ટાંતાત્મક વાર્તા સંભળાવીને મેં તે કામિનીને કહ્યું કે;–“જો ગુણવંતી ! તે તપસ્વીએ બહુ કાળ પર્યન્ત પરિશ્રમ વેઠીને જે ઈશ્વરની કૃપા મેળવી હતી, તેનો ક્ષણિક સ્ત્રીસમાગમના સુખ માટે, ઘડી બે ઘડી માટે તેણે મતિ બગાડી તેથી નાશ થઈ ગયો, એટલું જ નહિ, પણ તેનો પોતાનો પણ ઘાત થયો અને તે પણ વળી મહા અપ્રતિષ્ઠા સાથે. આ કારણથી જ પૂર્વના રાજાઓ દુષ્ટ વ્યભિચારકર્મ માટે અનેક પ્રકારની મહા ભયંકર શિક્ષાઓ આપતા હતા. કેટલાકો એ દુરાચારમાં પડેલી સ્ત્રીએાને નગ્ન કરી તેમનાં માથાં મુંડાવી નાખતા હતા અને ત્યાર પછી મસ્તક પર અંગાર અને લોહાનો ગરમ રસ ઢાળીને તેના પ્રાણ લેતા હતા. અથવા તો પ્રથમ તેને ગધેડા પર બેસાડી આખા ગામમાં ફેરવી ત્યાર પછી તેના પર પાષાણની વૃષ્ટિ વર્ષાવીને મારતા હતા. કેટલીક વ્યભિચારિણી વનિતાઓને નાક, કાન અને સ્તન કાપીને દેશપાર કરી દેવામાં આવતી હતી અથવા તે પીઠ પર ફટકા મારીને મરણ પર્યન્ત તેઓને ગુલામડી તરીકે પણ રખાતી હતી. વ્યભિચારી પુરુષને જો તેની પાસે સાધન હોય તો અત્યંત ધન લઈને નિર્ધન બનાવી મૂકવામાં આવતો હતો અને જો તે દરિદ્રી હોય તો તેની પાસેથી ગુલામનું કામ લેવામાં આવતું હતું. અથવા તો એવાં વ્યભિચારાસક્ત સ્ત્રીપુરુષોને લીલામ કરીને વેચી નાખવામાં આવતાં, કેટલાંકોના કપાળમાં ધગધગતા ખીલા ઠોકીને પ્રાણ લેવાતા, કિંવા બન્નેનાં ગુણસ્થાનો કાપી લેવામાં આવતાં અથવા તે બન્નેને જૂદી જૂદી જગ્યામાં પૂરીને ભૂખે મારવામાં આવતાં હતાં. કેટલાકોને હાથીના પગ તળે ચગદાવીને તો કેટલાકોને તોપના ગોળે ઉડાવીને નરકના માર્ગે ચઢાવતા