પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૫
વ્યભિચારના દોષ અને પરિણામ

કહેલું છે કે, જો એવો જ પ્રસંગ આવી પડે, તો પોતાના આત્મરક્ષણ માટે દ્રવ્ય, ભાર્યા, પુત્ર અને પૃથ્વીના રાજ્યનો પણ ત્યાગ કરી દેવો. સુંદરી ! વિષયી મનુષ્યના આ સંસારમાં જેટલા શત્રુ હોય છે, તેટલા શત્રુ બીજા કોઈના પણ હોતા નથી. એટલા માટે અતિ મનોનિગ્રહ કરી અંત:કરણના પ્રવાહને દુગ્ધસમાન સત્કર્મોપ્રતિ વાળવો, એજ મનુષ્યમાત્રનું કર્તવ્ય છે. કામમદથી વ્યભિચારમાં પ્રવૃત્ત થવું યોગ્ય નથી. કારણ કે, એ દુર્વ્યસિનથી સ્વજાતિ દંડ, રાજદંડ અને અંતે દેવદંડ એવી રીતે મનુષ્યને ત્રણ ત્રણ મહાભયંકર દંડો ભોગવવા પડે છે. અર્થાત્ સ્વજાતિ, રાજા અને ઈશ્વરને નમીને વર્તવામાંજ કલ્યાણ છે. મનુષ્યને માટે ઈશ્વરે જે ભયોને નિર્માણ ન કર્યાં હોત, તો આ જગતમાં કોઈ પણ કોઈની દરકાર રાખત નહિ અને ચોરી, ચાડી, વ્યભિચાર અને હિંસા આદિનો સર્વત્ર પ્રચાર થતાં આ જગતને ક્યારનોય અંત આવી ગયો હોત, કદાચિત્ એ વ્યભિચાર કોઈ મનુષ્યના જોવામાં ન આવે, તો પણ સર્વવ્યા૫ક ૫રમાત્મા તે સર્વ ચેષ્ટાઓને જોયા જ કરે છે. દધિ, ધ્રુત, શર્કરા ઈત્યાદિ મદને ઉત્પન્ન કરનાર પદાર્થોને ભિક્ષવાથી જે ઈંદ્રિયોનું આકલન થતું હોય, તો તો પછી પર્વતો પણ સાગરમાં તરવા માંડશે. શાસ્ત્રમાં કહેલુંજ છે કે;–

नदीनां नखिनां चैव शृगिणां शस्त्रपाणिनाम् ।
विश्वासो नैव कर्त्तव्यः स्त्रीषु राजकुलेषु च ॥

અર્થાત્-'નદી, તીક્ષ્ણ નખોવાળાં વ્યાધ્ર અને રીંછ આદિ પશુઓ, શીંગડાંવાળાં પશુ, જેમના હાથમાં શસ્ત્ર હોય એવાં મનુષ્ય, સ્ત્રીઓ અને રાજાઓમાં કદાપિ કોઈએ વિશ્વાસ રાખવો નહિ !'

જેમની ઇન્દ્રિયો સ્વાધીન નથી હોતી, તેમના કુળનો નાશ થાય છે; જે લેાભી હોય છે, તેના ધર્મનો ક્ષય થાય છે; જે વ્યસનાધીન હોય છે, તેના વિદ્યાધનનો લોપ થાય છેઃ કૃપણના સુખનો સંહાર થાય છે; જેનો પ્રધાન અવ્યવસ્થિત હોય છે, તેના રાજ્યનો નાશ થાય છે; તરુણ સ્ત્રી અને ધનમાં જેમનો મોહ નહિ હોય, એવા પુરુષો