પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬
રતિનાથની રંગભૂમિ

આ જગતમાં બહુજ થોડા મળી આવવાના. જેવી રીતે પ્રજાપીડક રાજાનાં કુળ, ધન અને પ્રાણનો નાશ થાય છે, તે જ પ્રમાણે વ્યભિચારિણી વનિતાના સંસારનો સંહાર થાય છે: જે મનુષ્યના અંગમાં દયા, ક્ષમા, શાંતિ, વિવેક અને શીલ આદિ ગુણો હોય છે, તેના હૃદયમાં કોઈ પણ પ્રકારનો બાધ સત્વર ઠસાઈ જાય છે; ક્રોધિષ્ઠ અને દુર્જન એ ઉભયને અગ્નિ કરતાં પણ તીક્ષ્ણ ધારવા; પરોપકાર અને સત્ય ભાષણ સમાન કોઈ પુણ્ય નથી, વ્યભિચાર અને ચોરીથી બહુ જ ચેતીને ચાલવું અને જે સ્ત્રી પોતાના અમૂલ્ય પાતિવ્રત્યનું પાલન કરતી નથી, તેને તે જીવતી છતાં પણ મુએલી જ માની લેવી.

એ વ્યભિચારના પરિણામે સહસ્રાવધિ લોકો વ્યથા પામીને મરી જાય છે, પરંતુ કામી જનો બીજાઓની એ દુર્દશાને પ્રત્યક્ષ જોવા છતાં, ખેદનો વિષય છે કે, દુર્વ્યસનનો ત્યાગ કરતા નથી. વ્યભિચારના યોગે વડિલોપાર્જિત કિંવા સ્વયં સંપાદિત જે લક્ષ્મી હોય છે તેનો નાશ થાય છે: ગુરુ, માપિતા ઇત્યાદિકના નામને કલંક લાગે છે અને પોતાની અપકીર્તિ તો અવશ્ય થાય છે, એ વિશે તો કાંઈ કહેવાનું છે જ નહિ !

ઈંદ્રિયોને આપણા તાબામાં રાખવી જોઈએ, તેને બદલે જો આ૫ણે તેમના તાબામાં રહીએ, તો અવશ્ય પ્રાણ, ધન અને કીર્ત્તિનો નાશ થવો જ જોઈએ, એવો નિયમ છે. એ કામવિકાર એવો દુર્ધર છે કે, કૃષ્ણ સર્પ અને રાક્ષસ કોઈ પર ક્ષુબ્ધ થાય છે, ત્યારે તે એક જ વ્યકિતના પ્રાણનો તેઓ નાશ કરે છે, પરંતુ કામવિકારને આધીન થઈ અનુચિત કર્મનો આરંભ કરવામાં આવે તો ધન, કીર્તિ અને પ્રાણ એ ત્રણે વસ્તુઓનો ધીમે ધીમે નાશ થવા સાથે સમસ્ત કુલસહવર્ત્તમાન આ લોકમાં અપકીર્ત્તિ અને પરલોકમાં કુંભીપાક આદિ નરકની તે પ્રાપ્તિ કરાવે છે. આ મૃત્યુલોકમાં કાયિક, વાચિક અને માનસિક એવાં ત્રિવિધ પાતક કહેલાં છે. તેમાંનું માનસિક પા૫ સર્વથી મોટું છે; એટલા માટે ઘોડાને જેવી રીતે લગામથી