પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬
ચપળા ચરિત્ર ચંદ્રિકા


पतिं या नाभिचरति मनोवाग्देहसंयुता ।
सा भर्तृलोकमाप्नोति सद्भिः साध्वीति चोच्यते । । (मनुः ५ । १६५)

જે સ્ત્રી મનથી, વાણીથી અને દેહથી પતિનું અતિક્રમણ કરતી નથી - પતિનું અતિક્રમણ કરી વ્યભિચાર કરતી નથી તે પતિ લોકને પામે છે અને સત્પુરુષો તેને સાધ્વી સ્ત્રી કહે છે.

कामातुराणां न भयं नलज्जा चार्थातुराणां न गुरुन बन्धु: ।
विद्यातुराणां न सुखं न निद्रा क्षुधातुराणां न रुचिन वेला ॥

કામાતુરોને બીક કે લજ્જા હોતી નથી, અર્થાતુરોને ગુરુ કે બંધુ હોતો નથી, વિદ્યાતુરોને સુખ કે નિદ્રા હોતી નથી અને ક્ષુધાતુરોને રુચિ કે વેળા હોતી નથી. (સુભાષિત)

ઉંધ ન જુએ તુટી ખાટ, ભૂખ ન જૂએ ટાઢો ભાત;
લોભી ન જુએ ભ્રાત કે માત, ઈશ્ક ન જૂએ જાત-કજાત.

પાઠાંતર:-

ઉંધણસી ન જુએ તૂટી ખાટ, ભૂખ્યો ન જૂએ ટાઢો ભાત;
તરસ્યો ન જૂએ ધેાભી ઘાટ, કામી ન જુએ જાત-કજાત.

दुराचारेण पुरुषो लोके भवति निन्दितः ।
दुःखभागी च सततं व्याथितोऽल्पायुरेव च ॥(સુભાષિત)

દુરાચારથી પુરુષ લોકમાં નિંદિત થાય છે, સર્વદા દુ:ખભાગી રહે છે, રોગગ્રસ્ત થાય છે અને અલ્પ આયુષ્યવાળો થાય છે.