પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચપલા ચરિત્ર ચંદ્રિકા


મારી આ પ્રાર્થના સાંભળીને મીર સાહેબે મને પૂછ્યું કે:- “ડૉક્ટર ! આપ જે કીર્તિને માટે કહો છો તે શી છે અને કેવી રીતે કરવી, એ મને જરા સમજાવીને કહો, મને એ વિશેનો યોગ્ય માર્ગ બતાવશો ?”

જવાબમાં મેં જણાવ્યું કે;–“ગરીબપરવર ! પ્રથમ દૈવિક કીર્ત્તિ છે; દૈવિક કીર્તિ એટલે સંસારથી વિરક્ત થઈ ઈશ્વરની દૃઢતમ ભક્તિ કરવી તે ! એના યોગે ઈશ્વરની કૃપા મેળવી મુક્તિના ભાગમાં જવું અને બીજાને પણ બોધ આપી આ અગાધ સંસાર સાગરને તરી જવું, એ છે. એવા પુરૂષોની સાધુજનોની માલિકામાં ગણના થાય છે અને તેઓ કીર્તિ રૂપે આ વિશ્વમાં અનંતકાળ પર્યન્ત વિદ્યમાન જ રહે છે ! બીજી કીર્તિ તે રાજકીય કીર્તિ છે એટલે કે, આપના જેવા ભૂપતિ પોતાના પરાક્રમથી અનેક બળવાન રાજાઓ સાથે યુદ્ધ કરી અનેક રાજ્યોને સ્વાધીન કરે છે; અને તેના યોગે તેમનાં નામનાં પુસ્તકો લખાતાં તેઓ પણ એ કીર્તિના યોગે અમર થઈ જાય છે. ત્રીજી કીર્તિ તે વૈદિક કીર્તિ છે; એટલે કે, કોઈ બુદ્ધિમાન મનુષ્ય લોકહિતાર્થ ઉત્તમ, બોધિકારક અને લોકમાન્ય ગ્રંથની રચના કરીને લોકોને સન્માર્ગમાં પ્રવૃત્ત કરે છે. એવા ગ્રંથકાર્યની કીર્ત્તિ દિગંતમાં વ્યાપીને તેમના ગ્રંથો જ્યાં સુધી આ પૃથ્વીમાં અસ્તિત્વ ધરાવે છે, ત્યાં સુધી તેઓ અસાર અને અશાશ્વત સંસારને ત્યાગી જવા છતાં કીર્તિ રૂપે જીવતા જ હોય છે. ચોથી કીર્તિ, 'સામાન્ય કીર્ત્તિ'ના નામથી ઓળખાય છે. એટલે કે, લોકોના ઉપકારને માટે દેવાલય, મસ્જિદ, ધર્મશાળા, કૂપ, તળાવ અને કિલ્લા ઇત્યાદિ બંધાવીને કીર્તિ મેળવવી તે. અર્થાત્ જ્યાં સુધી એ લોકસુખનાં સાધનો અવિચળ રહે છે, ત્યાં સુધી તે બંધાવનારની નામના પણ આ જગતમાં કીર્ત્તિરૂપથી અવિચળ રહે છે. આમાંની કોઈ પણ એક કીર્તિને પ્રાપ્ત કરીને સ્વર્ગમાં પ્રયાણ કરવું, એજ આપના માટે વિશેષ હિતાવહ છે.”

મારી આ વાણીને સાંભળી મીરસાહેબ પશ્ચાત્તાપ પામીને કહેવા લાગ્યા કે;–“ડૉકટર ! મેં આજસુધીમાં અસંખ્ય દ્રવ્ય સંપાદન કરીને