પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અનંગભદ્રાને બોધ

આજ્ઞા આપી દીધી. તે ગૃહસ્થોની સાથે તેમને ઘેર જઈને મેં તે બાળાની પ્રકૃતિની પરીક્ષા કરી જોઈ, તેનાં આરકત નેત્રોને જોતાં મારો એવો નિશ્ચય થયો કે, કામજ્વરની અધિક વૃદ્ધિ થવાથી તે ભ્રમિષ્ઠા થઈ ગઈ છે, આવા અનુમાનથી મેં તેને વાંતિકારક અને રેચક ઔષધિ આપી. એથી તેના ઉન્માદનો લોપ થતાં તે શુદ્ધિમાં આવી અને સારી રીતે વર્ત્તવા લાગી.

એ પછી એક દિવસ પ્રિયતમદાસ પોતાની કન્યા સહિત પાલખીમાં બેસીને મારે ઘેર આવ્યો. ત્યાં અનંગભદ્રાને મેં એકાંતમાં બોલાવીને પૂછ્યું કેઃ–“જે રોગે આટલા કાળ સુધી તમારા શરીરનો ગ્રાસ કર્યો હતો તે રોગ કયો અને તે શા કારણથી આવ્યો, તે કૃપા કરીને જણાવશે કે ? વૈદ્યને રોગનું સત્ય નિદાન જણાય, તો તે સત્વર રોગને દૂર કરી શકે છે, એ તો તમે જાણતાં હશો જ, એટલે વધારે કહેવાની અગત્ય નથી.”

અનંગભદ્રા જેવી રૂપસુંદરી હતી તેવીજ શારદાસુંદરી પણ હતી, અર્થાત્ તેનો વિદ્યાભ્યાસ પણ બહુજ ઉત્તમ પ્રકારનો હતો. તેણે મારા આંતરિક ભાવના મર્મને જાણીને ઉત્તર આપ્યું કે;-“ડોક્ટર સાહેબ ! એ એક મહા ગુપ્ત વાર્ત્તા છે; એટલા માટે કોઈવાર અવકાશ મેળવી અહીં આપની પાસે એકલી જ આવીને એ રોગનું નામ અને તેનું નિદાન હું આપને જણાવીશ.”

એ પછી તે દિવસે તે પિતા અને પુત્રી ઐાષધ લઈને પોતાને ઘેર જવાને ચાલ્યાં ગયાં, એ પ્રમાણે ઐાષધોપચાર કરતાં કરતાં બહુ દિવસ વીતી ગયા અને મારી સાથેનો પ્રિયતમદાસના કુટુંબને પરિચય દૃઢ થતો ગયો.

અચાનક એક દિવસ કૃષ્ણ ચતુર્દશીની રાત્રે સુભાગિની નામની પોતાની દાસીને પોતાના પલંગમાં સુવાડી અનંગભદ્રા પોતે પુરુષનો વેશ ધારીને કટિભાગમાં શસ્ત્ર લટકાવી મારા નિવાસસ્થાનમાં આવી