પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અનંગભદ્રાને બોધ

છો, એ જોઈને મારા આશ્ચર્યનો અવધિ થાય છે. તમારા માટે આ વર્તન યોગ્ય નથી. તમારી કથા સાંભળ્યા વિના જ મારો તમને એ ઉપદેશ છે કે, તમે અત્યારે અને આ ક્ષણે જ અહીંથી પાછાં જાઓ અને ઘર ભેગાં થાઓ ! અત્યારે જો કોઈ તમને અહીં જોશે, તો સાથે મારી આબરૂના કાંકરા થઈ જશે, સમજ્યાં?”

“ડોકટર સાહેબ ! હું એવી વ્યવસ્થા કરીને આવી છું કે, ઘરમાં મારા ન હોવાની પ્રભાત પર્યન્ત કોઈને કશી પણ જાણ થઈ શકે તેમ નથી, એટલે કોઈ આવશે અને આપની આબરૂ જશે, એ વિષે આપે જરાપણ ભીતિ રાખવાની નથી. વૈદ્યરાજ ! આપ અન્ય અનેક રોગોની પરીક્ષા કરી તેમના યોગ્ય ઉપચારો કરી શકો છો, પણ અત્યારસુધીમાં મદનરોગની પરીક્ષા કરી તેનો યોગ્ય ઉપચારથી શમાવનાર કોઇ૫ણ વૈદ્ય, હકીમ કે ડોક્ટર મારા જોવા કે સાંભળવામાં આવ્યો નથી. કેટલીકવાર મનનો ઉભરો બહાર કાઢી નાખવાથી એ મદનરોગની કાંઈક શાંતિ થાય છે, એમ કેટલાક અનુભવીઓનું કહેવું છે અને તેથી એ ઉભરો આજે આપની આગળ કાઢી નાખી શાંતિ મેળવવાના ઉદ્દેશથી જ હું આટલું સાહસ કરીને અહીં આવી છું. એટલે હવે કૃપા કરીને મને નિરાશ ન કરો અને મારી વાર્તા શાંભળી લ્યો.” અનંગભદ્રાએ પ્રાર્થના કરી.

હું કાંઈક વિચારમાં પડી ગયો અને થોડીવાર પછી હિંમત લાવીને બોલ્યો કે:–“અનંગભદ્રા ! ચિન્તા નહિ. જો ઉભરો કાઢી નાખવાથી આ૫ના એ રોગની શાંતિ થતી હોય અને આપને સુખ મળવાનો સંભવ હોય, તો ભલે મને પોતાની ગુપ્ત વાર્તા કહી સંભળાવો. જો આ પરોપકાર કરતાં મારા શિરપર કોઈ સંકટ આવશે, તો તેને પણ હું આનંદથી સહન કરીશ.”

“મોટો ઉપકાર !” એમ કહીને અનંગભદ્રા આગળ વધી કહેવા લાગી કે:-“ડોકટર સાહેબ ! એ તો નિસર્ગનો એક નિયમ જ છે કે,