પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
ચપળા ચરિત્ર ચંદ્રિકા

મનુષ્યની અકારણ એવી દુર્દશા થાય એ કદાપિ સંભવતું નથી. મારો તો એવો જ અભિપ્રાય છે કે;–

“જુનું હય ખ઼બ્ત હય તકદીરસે નાહક ઝગડતે હયં;
હમ આપ હી અપને હી કરનેસે બનતે ઔર બિગડતે હયં !”

અનંગભદ્રાએ દૈવવાદનો પ્રતિકાર કરીને યત્નવાદનું સમર્થન કર્યું.

“પરંતુ અનંગભદ્રા ! તમે કોઈપણ પ્રકારનું આડું પગલું ભરશો, અને તેનો પ્રકાશ થતાં એ વાત તમારા પિતા તથા શ્વશુરના જાણવામાં આવશે, તો તમારી શી દશા થશે, એનો તમે કાંઈ વિચાર કર્યો છે ખરો કે ? તેઓ તમને પોતાના ઘરમાંથી સદાને માટે સંબંધના બંધનો તોડી કાઢી મૂકશે, કદાચિત જીવથી મારી પણ નાખે !” મેં એક બીજા ભયનું દર્શન કરાવીને તેના મનને શાંત કરવાનો યત્ન આદર્યો.

“જો તેઓ મને ઘરમાંથી કાઢી મૂકશે, તે કોઈ યોગ્ય વયના, સુંદર અને મનોહર યુવકને મારા યૌવનવસંતપ્રફુલ શરીરોપવનનો માળી બનાવી તેની સાથે ગમે તો અન્ય સ્થાને ચાલી જઈશ અને સંસારસુખનો મરણ પર્યન્ત યથેચ્છ આસ્વાદ લઈશ. જો તેઓ મારી નાખશે, તો પણ તે મારા માટે સારું જ થવાનું; કારણ કે, આ મદનના અગ્નિની આંતરિક જ્વાળાથી ધીમે ધીમે બળીને ભસ્મીભૂત થવું એના કરતાં એકવારનાં મરીને ચિતાપર ચઢી બળી જવું, એ વિશેષ ઉત્તમ છે.” અનંગભદ્રાએ એકદમ છેલ્લા પાટલાપર બેસીને જવાબ આપ્યો.

“હાય રે, મદન ! હાય ! ! તું સ્ત્રી અને પુરુષોને વિકારવશ કરી આટલી સીમા પર્યન્ત નિર્લજ્જ તથા સાહસી બનાવે છે, એમ અત્યાર સુધી અનેકવાર સાંભળ્યું તો હતું, પણ આજે એનો પ્રત્યક્ષ અનુભવ – અરે સાક્ષાત્કાર થયો ! વિદ્વાન અને બુદ્ધિમાન જનો જે કામ અને કનકના મોહની અત્યંત નિન્દા કરી ગયા છે તે અક્ષરે અક્ષર