પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩
અનંગભદ્રાને બોધ

સત્ય છે. આ શ્લોકનો આશય અત્યારે મારાં નેત્રો સમક્ષ મૂર્તિમાન્ થઈને ઊભો રહે છે !” એમ કહી મેં નીચેના શ્લોકનો ઉચ્ચાર કર્યો;–

"वेधा द्वेधा श्रमं चक्रे कामेषु कनकेषु च ।
तेषु तेष्वप्यनासक्तः साक्षाद्भर्गो नराकृतिः॥"

“અર્થાત્-સૃષ્ટિકર્તા બ્રહ્મદેવે આ જગતમાં કામવિકાર અને ધન એ બે અત્યન્ત મોહકારક વસ્તુઓ નિર્માણ કરી છે; અર્થાત્ જે પુરુષ એમનામાં આસકત થતો નથી તે પુરુષ સાક્ષાત ઈશ્વરનો જ અવતાર છે !” તે જ પ્રમાણે જે સ્ત્રી એ બન્ને વસ્તુઓમાં મુગ્ધ ન થાય, તો મારી ધારણા પ્રમાણે તેને પણ નારીરૂપધારિણી સાક્ષાત્ પરમેશ્વરી જ કહી શકાય. વ્યભિચારિણી વનિતા વેશ્યા કિંવા પિશાચિની કહેવાય છે. તો તમે પિશાચિની મટીને દેવી કિંવા પરમેશ્વરી શા માટે નથી થતાં વારૂ ?”

“બ્રહ્મચારિણી કિંવા ષંઢપ્રકૃતિ પરમેશ્વરી કરતાં મદનવિલાસિની પિશાચિનીના અવતારને હું અધિક આદરણીય માનું છું, એટલા માટે !” અનંગભદ્રાએ પોતાના હઠને વળગી રહીને પણ તે પ્રમાણેનું જ ઉત્તર આપ્યું.

મેં કહ્યું કે;-“અનંગભદ્રા ! અત્યારે ઉન્માદવશ થવાથી તમારા બુદ્ધિપ્રભાવ અને સારાસાર વિચારનો લોપ થયો છે, એટલે અત્યારના તમારા વિચારોને હું વિચાર તરીકે સ્વીકારી શકતો નથી. જયારે આ વિકારનો ઉન્માદ દુર થશે અને શાંતિનો આવિર્ભાવ થશે તે વેળાયે આ પોતાની ભૂલ પોતાની મેળેજ તમારા જાણવામાં આવી જશે. મારો તો એવો જ અભિપ્રાય છે કે, બુદ્ધિમાન પુરુષે પરનારીમાં અને બુદ્ધિમતી વનિતાએ પરપુરુષમાં લંપટ થઈને વ્યભિચાર કર્મમાં પ્રવૃત્ત થવું, એ કદાપિ ઉચિત કિંવા ઇચ્છવા યોગ્ય નથી, કારણ કે, અવિચારી સ્ત્રીપુરુષ પોતાના તારણ્યમાં વિકારને વશ વર્તી કામને આધીન થઈ મોટા મોટા અનર્થપાત કરી બેસે છે. પ્રથમ એ દુષ્ટ