પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
રતિનાથની રંગભૂમિ

અને કેટલાકને વળી એથી વિરુદ્ધ એવા પ્રકારનો અભિપ્રાય પણ જોવામાં આવે છે કે :-

“નેણ પદારથ નેણ રસ, નેણે નેણ મિલંત;
અણજાણ્યાથી પ્રીતડી, પરથમ નેણ કરંત !”

મને પોતાને તો નયનપદાર્થ અને નયનરસના યોગે અજ્ઞાત સાથે પ્રેમ બંધાયાનો સાક્ષાત્કાર થયો હતો. કારણ કે, અત્યાર સુધી તે સુંદરી સાથે પ્રત્યક્ષ સંભાષણનો પ્રસંગ મને મળી શક્યો નહોતો. ઉભયના હૃદયમાં જે આકર્ષણ થયું હતું તે માત્ર દૃષ્ટિદ્વારા જ થયું હતું. એ પ્રમાણે નિત્યની નેત્રપલ્લવી ભાષાનો વ્યવસાય ચાલવાથી ઉભયના મનમાંની મદનચેતના વધવા માંડતાં અન્નજલની રુચિનો ધીમે ધીમે લોપ થવા લાગ્યો. અંતે મેં નોકરી છોડી દીધી અને આખો દિવસ કુટ્ટિનીની નાના પ્રકારની પ્રાર્થના કરવામાં જ વીતાડવા લાગ્યો. બીજી તરફ તે સ્ત્રી કામાનલથી બળી બળીને કૃશ થઈ ગઈ. એટલે તેની દાસીએ તેને પૂછ્યું કે:- “બાઈ સાહેબ ! તમને સર્વ પ્રકારની અનુકૂળતા હોવા છતાં તમે દિવસે દિવસે સુકાતાં કેમ જાઓ છે, એનું કારણ કૃપા કરીને જણાવશો કે ?”

એનું ઉત્તર આપતાં તે વિરહિણી વનિતાએ નિ:શ્વાસ નાખીને જણાવ્યું કે:-“સખી ! દુ:ખની વાર્તા તો તેને જ કહેવાય કે જે તે વાર્ત્તા સાંભળીને દુ:ખનો પરિહાર કરી શકે, જે દુ:ખની કથા સાંભળીને મનમાં જ રાખી મૂકે, એક કાને સાંભળી બીજા કાને કાઢી નાખે અથવા તે સાંભળીને સ્હામે ફજેત કરે, તેવાને હૃદયની વાર્ત્તા ખોલી સંભળાવવાથી શા લાભ વારૂ ? પોતાના મુખથી પોતાનો ભેદ બીજાને કહી પોતાના હાથે જ પોતાની પ્રતિષ્ઠા ખોવી એના કરતાં તેલમાં અફીણ ધોળી રાતે પીને સવારમાં ભરી જવું શું સારૂં નથી કે ? હવે મારા દુઃખનો પરિહાર કરવાની શક્તિ તારામાં હોય પણ ખરી, છતાં તું એ પરોપકાર કરીશ કે નહિ, એનો કાંઈ વિશ્વાસ