પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
રતિનાથની રંગભૂમિ

વિશેષ ઉત્તમ નથી કે શું ? જો સદાચરણથી ન રહી શકાય, તો આત્મહત્યા કરીને પાપી પ્રાણનો ત્યાગ કરી દેવો, એજ વધારે કલ્યાણકારક માર્ગ છે.”

દાસીનાં આવાં કઠોર વચનો સાંભળી તે સુંદરી અત્યંત ખિન્ન થઈ ગઈ. તથાપિ એકવારની હારથી હિંમત હારી ન બેસતાં તેણે એ વિશેના પોતાના પ્રયત્નને ચાલૂ જ રાખ્યો. તે દાસીને નિત્ય આર્જવતાથી કહ્યા કરતી હતી કે;–“મારી વ્હાલી સખી ! ગમે તે જોખમે અને ગમે તે ઉપાયે માત્ર એકજવાર એકાંતમાં અમારો મેળાપ કરાવી દે. તારે આ કાર્ય કરતાં અધિક ભય રાખવાની અગત્ય નથી. પૂર્વે અનિયંત્રિત રાજસત્તા અને અંધાધુંધીનો કાળ હોવાથી મારી જેઠાણી અને તેના યારને મારી નાખ્યા ને તેની ખબર ન પડી. પણ હવે આ કાળમાં તેમ થવું અશક્ય છે; કારણ કે અત્યારે તો દેશી રાજાઓ પણ કૃપાળુ અને ન્યાયપરાયણ અંગ્રેજ સરકારના માંડલિક છે. એ કારણથી આજના કાળમાં પ્રાણીમાત્ર પોતાના જીવન માટે નિર્ભય છે. હું તને છેલ્લી વાત હવે જણાવી દઉ છું કે, મારી આટલી આર્જવતા છતાં પણ જો તારાથી આ કાર્ય ન જ થઈ શકે તેમ હોય, તો હું આ ઘરને સદાને માટે છોડીને પલાયન કરી જઈશ. કારણ કે, હવે મારા પ્રાણનો મને લેશ માત્ર પણ ભય રહ્યો નથી.” અનુભવી દાસી શેઠાણીનાં આ નિશ્ચયદર્શક વાક્ય સાંભળી મનમાં વિચાર કરવા લાગી કે;–“ખરેખર જો આ મદનાતુર માનિનીનો મનોરથ પૂરો નહિ થાય, તો અવશ્ય એ ભાગી જવાનું કે મરી જવાનું સાહસ કરવાની જ અને એ નહિ હોય, તો મને અનાથાવસ્થામાં રહેવાનો વખત આવશે. અર્થાત્ એકવાર એકાંતમાં બંનેનો મેળાપ કરાવી તો દેવો, પછી ભલે જે થવાનું હોય તે થાય.” મનમાં આવા પ્રકારનો વિચાર કર્યા પછી તેણે શેઠાણીને કહ્યું કે; “બાઈ સાહેબ ! તમે આમ ઉતાવળાં અને અધીર ન થાઓ. તે પુરૂષ ક્યાં રહે છે તે આ દાસીને જણાવો એટલે હું મારાથી