પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
ચપળા ચરિત્ર ચંદ્રિકા

તે વેળાયેજ આ નિર્જીવ શરીરમાં જીવનનો આવિર્ભાવ થશે અને મારી વેદનાનો અંત આવશે. જો એમ નહિ થાય, તો પછી મારા જીવનની આશા છે જ નહિ. હવે તમેજ કહો કે, આ દુઃખનું કારણ શું અને કયું છે તે ?”

“ડોકટર સાહેબ ! એનું કારણ એજ કે આ પ્રેમ એક માયા છે અને તે સૌન્દર્ય, તારુણ્ય, મંજુલ ભાષણ, દ્રવ્ય, ગાયન અને ચિત્રલેખન ઇત્યાદિ નાના પ્રકારનાં મોહજનક સાધનોથી સ્ત્રીપુરુષોના હૃદયમાં વિકારની જ્વાળા સળગાવે છે અને તેના યોગે સ્ત્રી પુરુષ એકાંતમાં સંલગ્ન થાય છે. સંલગ્ન થઈને તેઓ પોતાના મનોરથને પૂર્ણ કરે છે. એમાં પણ એવા મનોરથને પૂર્ણ કરવામાં સ્ત્રીઓ તો બહુજ ઉતાવળી થઈ જાય છે. સ્ત્રીને અનેક બાળકો થઈ ગયાં હોય અથવા તો વૃદ્ધાવસ્થાની પ્રાપ્તિ થઈ હોય, તો પણ તેના કામભાવની શાંતિ થઈ શકતી નથી. માત્ર તેનામાં લજ્જાનો અધિક આવિર્ભાવ થાય છે. જે સુંદરીને પોતાના સ્વામીમાં સ્નેહ હોતો નથી, તે એ વિષયમાં ચંચળ થઈને પરપુરુષને પોતાના યૌવનવનનો માળી બનાવે છે અને પોતાના પાતિવ્રત્યરત્નને ગુમાવી છેવટે નષ્ટભ્રષ્ટ થઈ જાય છે. એટલા માટે સ્ત્રીએ પ્રથમથી જ પોતાના પતિમાં પ્રીતિ રાખવી જોઈએ; અને જો સ્ત્રીને પોતામાં પ્રેમ ન હોય, તો તે લગ્નની સ્ત્રી હોય તો પણ પતિએ તેનો તત્કાળ ત્યાગ કરવો જોઈએ. કારણ કે, ડોકટર સાહેબ ! જો સ્ત્રીના હૃદયમાં પુરુષનો પ્રેમ ઉદ્ભવતો હોત, તો પોતાના વિવાહિત પતિ અને ગૃહસ્થાશ્રમને ત્યાગી કોઈ પણ સ્ત્રી કદાપિ પર પુરુષના પ્રેમમાં નિમગ્ન થાત નહિ. અર્થાત્ કામવિકાર નેત્ર અને તારુણ્યમાં રહીને મનમાંથી સંગ થવા પૂર્વે જ ઉત્પન્ન થાય છે. એ કેવળ દૃષ્ટિનો જ ખેલ છે, એમ નથી; કારણ કે, આંધળાને નેત્ર ન હોવા છતાં પણ તેઓ કામવિકારમાં લીન થઈ જાય છે. અર્થાત્ વિકારનું મૂળ જન્મસ્થાન મન જ છે. પૂર્વે છેલબટાઉ અને મોહના રાણી, સદેવંત સાવળીંગા, હીરરાંઝા, યુસુફ જુલયખા અને લયલીમજનૂ આદિ પ્રેમી જોડા એક બીજાના પરિચય