પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
ચપળા ચરિત્ર ચંદ્રિકા

રહ્યો હતો. નેત્રોનો કાંઈક સંકેત કરી તે સુંદરી પાલખીમાં બેસીને પોતાને ઘેર ચાલી ગઈ.

કનૈયાલાલે તે દુકાનદારને પૂછ્યું કે:-“આ સ્ત્રી કોણ છે વારૂ?” એના ઉત્તરમાં તે દુકાનદારે જણાવ્યું કે:-“એને પિતા પૂર્વે આ નગરના રાજાનો એક મોટો સરદાર અને અમીર માણસ હતો. તેને આ પુત્રી વિના બીજું કશું પણ સંતાન ન હોવાથી અને પત્નીનો પણ પરલોકવાસ થવાથી તેની સર્વ સંપત્તિની સ્વામિની આ બાઈ જ થઈ છે. અત્યારે એ બાઈ પૂર્ણ સ્વતંત્ર અને નિરંકુશ હોવાથી પોતાના દ્રવ્યનો જેમ ઇચ્છામાં આવે તેમ વ્યય કર્યા કરે છે.” “વારૂ ત્યારે હવે હું રજા લઈશ,” એમ કહીને કનૈયાલાલ ત્યાંથી ઉઠીને પોતાના ઉતારા ભણી જવાને નીકળ્યો. તે ત્યાંથી સો સવા સો પગલાં દૂર ગયો હશે એટલામાં એક દાસી તેની પાસે આવીને કહેવા લાગી કે:- “મહાશય, જે બાઈ અત્યારે આપની પાસેથી કીનખાબના બે તાકા લઈ ગયાં છે, તેમણે આ ક્ષણે જ સાંબના દેવાલયમાં આપને દેવદર્શન માટે બોલાવ્યા છે. આપને અત્યારે ત્યાં સુધી આવવાને પરિશ્રમ લેવોજ પડશે !” આ સંદેશાથી કનૈયાલાલને મહાઆનંદ થયો. તેણે પોતાના સેવકોને ઊતારે મોકલી દીધા અને પોતે તે દાસી સાથે સાંબના મંદિરમાં જવાને ચાલતો થયો. ત્યાં તે સુંદરી મંદિરને પ્રદક્ષિણા કરતી કરતી દેવાલયના પાછળના ભાગમાં ઊભી રહીને તે વિદેશી વ્યાપારીને વિનયથી કહેવા લાગી કે;-“હું તે દિવસે દુકાન પર ચીડાઈને કાંઈક વધારે પડતું બોલી ગઈ હતી, તે મારા અવિનયની અત્યારે હું અાપ પાસેથી ક્ષમા માગું છું. અત્યારે અહીં આ સ્થળે મારાથી આપની સાથે વધારે વાતચીત કરી શકાય તેમ નથી; કારણ કે, ચારે તરફ માણસો પ્રસરેલાં છે. એટલા માટે આપ સંધ્યાકાળે મારી આ દાસી સાથે મારી પર્ણકુટીમાં પધારજો એટલે ત્યાં આપણા મનમાંના પરસ્પર સર્વ સંદેહોનો અંત આવી જશે !" તેની આવી અમૃતવાણી સાંભળી હૃદયમાં મહા સંતોષ પામીને કનૈયાલાલ પોતાને