પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭
વીરક્ષેત્રની સુન્દરી-૨

ઊતારે ચાલ્યો ગયો. પરંતુ આ ઘટનાનું ભવિષ્યમાં શું પરિણામ થશે. એનો લેશમાત્ર પણ વિચાર ન કરતાં નિર્ભયતાથી તે અજ્ઞાત અબળાના મંદિરમાં જવાની આતુરતા દર્શાવતો મનમાં કહેવા લાગ્યો કે;-“રાત ક્યારે થાય અને ક્યારે નિરાશાના આકાશમાં તે આશા ચંદ્રનો ઉદય થએલો દેખાય ?” તે અર્ધ દિવસ તેને અર્ધ યુગસમાન થઈ પડ્યો. સૂર્યનો અસ્ત થતાં જ તે સાંબ મંદિરમાં જઈને કાક દૃષ્ટિથી તે દાસીના આગમનની માર્ગપ્રતીક્ષા કરવા લાગ્યા. એક પ્રહર રાત્રિ વીત્યા પછી તે દાસી આવી અને તેણે તેને સ્ત્રીનો વેશ પહેરાવી દાસી બનાવીને પોતા સાથે લીધો. દાસીના રૂપે તે ત્યાં ગયો અને ત્યાં આખી રાત તે રમણી સંગે રંગવિલાસ કરી પ્રભાતમાં ઓસીકા તળે પચાસ સુવર્ણમુદ્રા રાખીને તેણે શય્યાનો ત્યાગ કરી પોતાના નિવાસસ્થાન પ્રતિ પ્રયાણ કર્યું. એવી રીતે ઘણા દિવસ સુધી તે નિત્ય તે સુંદરીના સદનમાં જતો રહેવાથી અને નિત્ય પચાસ સુવર્ણમુદ્રા આપતો રહેવાથી તેની પાંચ લાખની બધી પુંજી તે સ્ત્રીના ધનભંડારમાં જઈ પડી. આવી દશા થવા છતાં પણ તે કામાંધ વખતસર ચેત્યો નહિ, એક દિવસ તે પ્રિયતમાને આપવા માટે પોતા પાસે પચાસ સુવર્ણમુદ્રા ન હોવાથી તે સંધ્યાકાળે દેવદર્શન કરવાને ગયો. ત્યાં લોકોની ઘાટી ભીડ જામેલી હતી. તેમાં કોઈ મોટો સરદાર દેવદર્શને આવ્યો હતો, તેના ખીસામાં મોહોરોની થેલી છે એમ લાગવાથી તે કાઢી લેવાનો વિચાર કરીને તે માટેનો તે લાગ શોધવા લાગ્યો, પણ દાવ ફાવ્યો નહિ. થોડીવાર પછી કાંઈક વધારે ભીડ થઈ એટલે શરીરને શરીર અથડાઈ જવાનું નિમિત્ત કરીને તેની નજર ચૂકવી તેના ખીસામાંની કોથળી કાઢીને પોતાની કમ્મરમાં ખોસી દીધી. એટલામાં પોતાની કોથળી જવાની ખબર પડતાં કનૈયાલાલ પાસે ઊભેલો હેાવાથી શંકા આવતાં એનેજ પકડીને તેણે મારકૂટ કરવાનો સપાટો ચલાવી દીધો. એ વેળાએ ત્યાં કનૈયાલાલના પણ કેટલાક ઓળખીતા વ્યાપારીઓ ઊભેલા હોવાથી તેમણે સાક્ષી પૂરી કે-“આ ગૃહસ્થ એક લક્ષાધીશ અને પ્રતિષ્ઠિત