પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯
વીરક્ષેત્રની સુન્દરી-૨

છેવટે આટલો હાથ કપાવી નાખ્યો.” આ વાર્તા તે વનિતાને સત્ય ભાસવાથી તેણે તેની સારી રીતે શુશ્રૂષા કરી, પુનઃ પ્રાતઃકાળ થતાં તે પોતાને ઘેર આવી લાગ્યો. બીજે દિવસે પોતા પાસે પૈસા નહોવાથી ચિંતાગ્રસ્ત થઇને તે નદીનાતીર પ્રાન્તમાં ચાલ્યો જતો હતો, એટલામાં એક મનુષ્યને પોતા પાસેની મોહોરોની કોથળી અને વસ્ત્રો વગેરે નદીના તીરભાગમાં રાખી સ્નાન માટે નદીમાં ઊતરતા તેણે જોયો. જ્યારે તે મનુષ્ય પ્રવાહમાં ડુબકી મારીને સ્નાન કરવા લાગ્યો એટલે તેની નજર ચૂકવીને તે મોહોરોની કોથળી ઉપાડી કનૈયાલાલ પલાયન કરી ગયો. તેની આ કૃતિ એક સિપાહીના જોવામાં આવેલી હોવાથી તેણે તેને દોડીને પકડી લીધો. પ્રથમ તેને પેટ ભરીને મેથીપાક જમાડ્યા પછી સિપાહીએ તેને અદાલતમાં હાજર કરી જે બનાવ બન્યો હતો તે કહી સંભળાવ્યો. પાછો તેનો જમણો હાથ કાપી નાખવામાં આવ્યો અને તે સાથે તાકીદ આપવામાં આવી કે;-“હવે જો ત્રીજીવાર ચોરી કરીશ, તે શિરચ્છેદ થવાથી તારા જીવનનો સદાને માટે અંત આવી જશે !”

આ ઘટનાને હજી તો બે ત્રણ દિવસ નહિ થયા હોય એટલામાં કનૈયાલાલના મનમાં પુનઃ તે સ્ત્રીપાસે જવાની ઉત્કંઠા થઇ આવવાથી તે વળી ત્રીજી ચોરી કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પણ ક્યાંય લાગ ફાવ્યો નહિ, એટલે મધ્યરાત્રિની વેળાયે તે ખાલી હાથે જ તે સુંદરીના મહાલય તરફ ચાલ્યો. તેને મોટા ઘરમાં પેસતો જેઈને ત્યાંના માણસે ચોર ધારીને પકડી લીધો અને ચોકીદારને બોલાવી તેના હાથમાં સોંપી દીધો. રાત્રે ચોકીમાં રાખી બીજે દિવસે તેનો ન્યાય કરવામાં આવ્યો. હમેશના ચોર તરીકે તેના નામનો ડંકો વાગી ગએલો હોવાથી વધારે સાક્ષી પૂરાવો ન લેતાં બહુમતિથી તેને શિરચ્છેદની શિક્ષા અપાઇ ગઇ. પેલી સ્ત્રીએ જેની પાછળ કનૈયાલાલ ખુવાર થયો હતો તેને છોડાવવા કશી મદદ કરી નહિ.

સારાંશ કે, ડોકટર સાહેબ, રંડીબાજીનું વ્યસન લાગવાથી પાંચ લાખની પુંજીમાં પૂળો મૂકાયો, પ્રતિષ્ઠાનું પાણી થયું, હાથ કપાયો