પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩
વીરક્ષેત્રની સુન્દરી-૨

તમને મારા હૃદયની વેદના ખેાલી બતાવવાથી શો લાભ !” એ સાંભળીને મૂળદેવે આશ્વાસન આપ્યું કે;–“જો અમને તારા દુ:ખનું ખરેખરૂં કારણ તું જણાવીશ, તો અવશ્ય અમે અમારાથી બની શકશે તેટલો તે દુઃખના નિવારણનો ઉપાય કરીશું.” આ પ્રમાણેનું આશ્વાશન મળવાથી તે તરુણના મનમાં બહુજ સંતોષ થયો અને તેથી તેમણે પોતાના રાજકન્યા સાથેના દૃષ્ટિમિલનનો સમસ્ત વૃત્તાંત સંભળાવીને છેવટે કહ્યું કેઃ– “મહારાજ ! જો મને એ રમણીરત્નની પ્રાપ્તિ નહિ થાય, તો હું તેના વિયોગમાં ઝૂરી ઝૂરીને સત્વર જ મરી જઇશ, કારણ કે, તેનાં નયનબાણો મારા હૃદયને ભેદીને પાર નીકળી ગયાં છે. મારા હૃદયમાં એ બાણોનો એવો તો ઊંડો અને કારી જખમ થઇ ગયો છે કે જ્યાં સુધી કોઇ મહા કુશળ વૈદ્ય ન મળે, ત્યાં સુધી તે કદાપિ રૂઝાય તેમ નથી. જે વૈદ્ય મારા એ જખમને રૂઝાવશે, તેનો હું સદાને માટે ગુલામ થઇ રહીશ, તેનો મરણ પર્યન્ત આભાર માનીશ અને તેની સર્વ પ્રકારની સેવા કરીશ.” મૂળદેવે કહ્યું કે- “ભાઈ ! અત્યારે તો તું અમારી સાથે ચાલ, પછી અમે પ્રયત્ન કરીને તેની સાથે તારો મેળાપ કરાવી આપીશું. છતાં જો અમારો પ્રયત્ન સફળ નહિ જ થાય, તો તને દ્રવ્યની પ્રાપ્તિ કરાવી આપીને સંતુષ્ટ કરીશું.” તરુણ બ્રાહ્મણે કહ્યું કે;–“ઈશ્વરે સૃષ્ટિમાં અનેક પ્રકારનાં રત્નો ઉત્પન્ન કર્યા છે, પરંતુ તેમાં સ્ત્રી રત્ન જેવું ઉત્કૃષ્ટ બીજું એક પણ રત્ન નથી. સ્ત્રીના સુખ માટે પુરુષો અનેક પ્રકારનાં દુઃખ આનંદથી ભોગવે છે. જે ગૃહમાં સ્ત્રી નથી તે ગૃહ સ્મશાન તુલ્ય મનાય છે અને સ્ત્રીહીન પુરુષની અન્ન, વસ્ત્ર, અલંકાર કિંવા સુખોપભોગ આદિમાં જરાપણ રૂચિ હોતી નથી. કરોડોની દૌલત હોય અને સ્ત્રી ન હોય, તો તે સંપત્તિ સર્વથા વ્યર્થ છે. સ્ત્રીને પુરુષનો સહવાશ ન હોય અને પુરૂષને સ્ત્રીનો સમાગમ ન હોય, તો બન્નેમાંથી કોઇને પણ સુખ હોતું નથી. ધર્મનું ફળ દ્રવ્ય છે, દ્રવ્યનું ફળ સુખ છે અને સુખનું ફળ સાધ્વી સ્ત્રી છે, જ્યાં સ્ત્રી અને પુરુષનો પરસ્પર પ્રેમ