પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭
વીરક્ષેત્રની સુન્દરી-૨

ભોગ ભોગવતાં કેટલોક કાળ વહી ગયા અને ત્યાર પછી રાજકુમારી ગર્ભવતી થઈ. એકવાર પ્રધાનને ત્યાં લગ્નનો પ્રસંગ હતો ત્યાં રાજકન્યા સાથે તે વિપ્રકન્યા પણ ગઈ. તેને જોઈને પ્રધાન પુત્ર કામાસક્ત થયો અને પોતાના પ્રિય મિત્રને કહેવા લાગ્યો કે;-“આ સુંદરીએ આજે મને એવો તો ઘાયલ કરી નાખ્યો છે કે એના સમાગમ વિના સર્વ કાંઈ મને નરકવાસ સમાન જ ભાસ્યા કરે છે. જો આ અબળાની મને પ્રાપ્તિ નહિ થાય, તો હું મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ !”

લગ્નવિધિની સમાપ્તિ થતાં રાજા, અન્ય અધિકારીઓ અને સાધારણ અસાધારણ નિમંત્રિત જનો તેમજ સ્ત્રીઓ પોતપોતાને સ્થાને જવાને ચાલ્યાં ગયાં. પ્રધાનપુત્રે તો સર્વ ભોગવિલાસ અને તે સાથે ખાનપાન સુદ્ધાનો પણ ત્યાગ કરી દીધો. તેના પ્રિય મિત્રે આ બધી બાબત તેના પિતાને જણાવી એટલે પ્રધાને રાજા પાસે આવીને પ્રાર્થના કરી કે;-“મહારાજ ! આપના મહાલયમાં જે કન્યા છે, તે મારા પુત્રને આપીને તેના પ્રાણ બચાવો; નહિ તો મારા એકનો એક પુત્ર અવશ્ય અકાળ મૃત્યુને વશ થઈ જશે.”

“પ્રધાનજી ! તમે આજે ગાંડા તો નથી થયા ને ? એક તો એ બ્રાહ્મણકન્યા હોવાથી આપણને પૂજ્ય છે અને વળી જો હું એમ કરૂં, તો મારા શિરપર વિશ્વાસઘાતનો દોષ પણ આવી પડે. તમે ચતુર, બુદ્ધિમાન્, વિચારશીલ અને ન્યાયપરાયણ છો, એટલે આવી અયોગ્ય વાણી તમારા મુખમાંથી તો ન જ નીકળવી જોઈએ. આ યોગ થવો સર્વથા અશકય અને અસંભવનીય છે.” રાજાએ પ્રધાનની વાર્ત્તા સાંભળીને ધર્મનું ભાન કરાવ્યું.

પ્રધાન નિરુત્તર થઈને પાછો ઘેર આવ્યો અને રાજાએ આપેલું ઉત્તર પિતાના મુખથી સાંભળી પ્રધાનપુત્ર નિરાશ અને આકુળવ્યાકુળ થઈ ગયો. ત્યાર પછી વળી એકવાર સભામાં જઈને બીજા અધિકારી તથા રાજકર્મચારી જનોએ રાજાને પ્રાર્થના કરી કે;–“મહારાજ !