પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
ચપળા ચરિત્ર ચંદ્રિકા

હવે અમે બન્નેનાં ગળાં અને છરી બન્ને તમારા હાથમાં છે, એટલે મારો કે તારો એ માત્ર તમારો જ અધિકાર છે. આનાથી વધારે હવે મારાથી કાંઈ પણ બોલી શકાય તેમ નથી.”

તે દક્ષ દાસી કહેવા લાગી કે;-“ડોકટર સાહેબ ! જો આ નિંદ્ય કર્મ પ્રકાશમાં આવશે, તો તે આપણ ત્રણેનો એક સાથે અપ્રતિષ્ઠા સહિત નાશ કરી નાખશે. માત્ર એક ક્ષણના સુખની લાલસા માટે પોતાની શાશ્વત પ્રતિષ્ઠા અને અમૂલ્ય માનવી જીવનને નાશ કરવો, એ શું વિચારશીલતા કહેવાય કે ? અનો ગહન વિચાર કરવો, એ તમારૂં કર્તવ્ય છે. વળી મારી તો એટલી બધી હાનિ થવાનો સંભવ છે કે, મારે અન્ન અન્ન કરીને ભૂંડા હાલે મરવું પડશે અને તમારો પણ અનેક પ્રકારે અપાય થવાનો. અર્થાત્ આ નાદમાં ન પડતાં જો આ નગરને ત્યાગીને ચાલ્યા જાઓ, તો તમારો મોટો ઉપકાર - હું એવું જાણીશ કે, જાણે તમેજ મને અને મારી શેઠાણીને નવીન જીવન આપ્યું ! છતાં જો હઠને ત્યાગવાની તમારી ઇચ્છા ન જ હોય, તો હું આજે જ આ બધી વાત મારા શેઠને જણાવી દઈશ અને તેથી સત્વર જ પશ્ચાત્તાપ કરવાનો પ્રસંગ તમને પ્રાપ્ત થઈ જશે !”

અનંગભદ્રા ! તે દાસીનાં આવાં કઠોર વચનો સાંભળીને હું તો વળી વધારે અને વધારે લંપટ થતો ગયો અને પાછો તેને બે હાથ જોડી પ્રાર્થના કરતો કહેવા લાગ્યો કે:-“ભદ્રે ! અમે બન્ને કામક્ષુધાથી વ્યાકુળ થએલાં માટે મનોરથસિદ્ધિરૂપ ફળને આપનાર આશાવૃક્ષ માત્ર તમે જ છો. જો તમેજ અમારાં મારનાર થશો, તો પછી અમારો ઉદ્ધાર બીજા કોઈથી પણ થવાનો નથી. આવી કઠોરતાને ધારણ ન કરતાં જે વસ્તુની ઇચ્છા હોય તે વસ્તુ તત્કાળ અમારી પાસેથી માગી લ્યો અને એકવાર અમે બન્નેનો એકાંતમાં મેળાપ કરાવી આપો. એથી ઇશ્વર પણ તમારા પર પ્રસન્ન થશે.”

અનંગભદ્રા ! મેં ઇચ્છિત વસ્તુ માગી લેવાનું જણાવતાં જ તે દાસીનું મન કાંઈક પીગળ્યું અને તેથી તે કઠોરતાને ત્યાગીને બોલી