પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮
રતિનાથની રંગભૂમિ


“તે સ્ત્રીની શી દશા થઈ હતી અને તેને કેવોક પશ્ચાતાપ કરવો પડ્યો હતો, તે વિસ્તારપૂર્વક સંભળાવશો ?” મારી માશૂકે આતુરતાથી પૂછ્યું.

“મહા હર્ષથી સંભળાવીશ !” એમ કહીને તે કથાનો મેં આ પ્રમાણે પ્રારંભ કર્યોઃ-


વસુકુમારીની વાર્ત્તા

પૂર્વે અમરાવતી નગરીમાં ધનાનન્દ નામનો એક શાહૂકાર રહેતો હતો. તેની સ્ત્રીનું નામ વસુકુમારી હતું અને તે તરુણ તથા મહા સુંદર હતી. બહુ દિવસથી તે ગુપ્ત વ્યભિચાર કર્યા કરતી હતી; પણ પછીથી તેના મનમાં એવો વિચાર આવ્યો કે;– ગૃહને ત્યાગી ચાલ્યા જવું, ભયમાંથી છૂટવું, સ્વતંત્ર થવું અને વિષયસુખની બની શકે તેટલી યથેચ્છ તૃપ્તિ કરી લેવી !” આવી ભાવનાથી એક દિવસ પોતાના ગૃહમાંથી પુષ્કળ દ્રવ્ય અને બહુમૂલ્ય અલંકાર ઇત્યાદિ લઈને પોતાના એક બહુ દિવસના પ્રિયમિત્ર શ્રીપતિ નામક સૈનિક સાથે મધ્યનિશાના સમયમાં પલાયન કરી ગઈ. પ્રભાત થતાં તેઓ એક નદીના તીરે આવી પહોંચ્યાં. નદીમાં પૂર હોવાથી તેનો તે જાર તેને કહેવા લાગ્યો કે;-“વ્હાલી ! તારા આ અલંકાર અને શરીર પરનાં મૂલ્યવાન વસ્ત્રો પણ ઊતારીને મને આપી દે; કારણ કે, નદીમાં પાણી બહુ હોવાથી એ ભીંજાઈને ખરાબ થઇ જશે. અત્યારે હજી અહીં લોકોની આવજાવ થઇ નથી અને આ જંગલ હોવાથી કોઇ આવે તેમ પણ નથી, એટલે થોડીવાર જો નગ્નાવસ્થામાં ઊભી રહીશ, તો પણ ચિંતા જેવું નથી. હું આ બધી વસ્તુઓ પેલેપાર રાખી આવીને હમણાં જ તને લઇ જવા માટે પાછો આવી પહોંચું છું !” આમ સમજાવી તેનું સર્વસ્વ લઇ કરીને તે સૈનિક નદી ઉતરીને સ્હામેપાર જઇ પહોંચ્યો અને પછી મનમાં વિચાર કરવા લાગ્યો ;–“હવે આના નાદમાં લચીપચી રહેવાથી કશો પણ લાભ થવાનો નથી. કારણ કે, એ મોટા માણસની બાયડી છે. અને વળી સાથે ધન પણ પુષ્કળ લાવી છે, એટલે એનો ધણી શોધ તેા