પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯
વીરક્ષેત્રની સુન્દરી-૨

કરવાનો જ, અને કદાચિત તે પોલીસને લઇને નીકળી પણ ચૂક્યો હશે એટલે જો તે અહીં આવી લાગશે તો અમો બંનેને પકડીને લઇ જશે. પકડાઇશું તો એ રાંડના પાપે મારી પણ દુર્દશા થશે, અને સ્ત્રી જવા સાથે આ હાથમાં આવેલી દોલત પણ ચાલી જશે. આટલા માટે આ હાથમાં આવેલી લક્ષ્મીથી જ સંતોષ માની દેશમાં ચાલ્યા જવું અને ત્યાં બાલબચ્ચા સાથે અમનચમનમાં દિવસ વીતાડવા, એજ વધારે સારૂં છે.” આવા નિશ્ચય પર આવીને તે સૈનિકભાઈ ત્યાંથી પાછા વળવાને બદલે આગળ વધવામાં જ પ્રવૃત્ત રહ્યા.

અહીં વસુકુમારી નગ્નાવસ્થામાં પોતાના હસ્ત વડે લજ્જાનું રક્ષણ કરતી જારના આવવાની વાટ જોતી ઊભી હતી. એટલામાં પ્રભાતકાળ થએલો ગહોવાથી એક માછણ હાથમાં થોડુંક માંસ લઇને ત્યાં આવી લાગી. તે તીરે તીરે ચાલી આવતી હતી એટલામાં એક મોટી માછલી બહાર તીરપર પડેલી તેના જોવામાં આવી. તેને જોઇને હાથમાંનું માંસ નીચે મૂકીને માછલીને પકડવા આગળ વધી. એટલામાં આકાશમાંથી એક સમળી ઊતરી અને માંસને લઇને ઊડી ગઇ અને બીજી તરફ પેલી માછલી પણ ચપળતાથી પાણીમાં સરકી ગઇ એટલે માછણ માછલી અને માંસ બંને વસ્તુને ખોઇ નિરાશાથી આકાશમાં જોવા લાગી. આ બધી ચેષ્ટાને જોઇ વસુકુમારીએ તે માછણને કહ્યું કે;–“આકાશમાં દૃષ્ટિ દોડાવવાથી શું ફળ મળવાનું હતું ? તેં જે ઉદ્યાગ કર્યો હતો તે તારી મૂર્ખતાથી નિષ્ફળ ગયો છે !”

માછણે કલ્પનાથી તેની સ્થિતિ જાણી લીધી હતી અને દૂરથી તેણે પેલા સૈનિકને નદી ઊતરતા પણ જોયો હતો, એટલે તે પ્રત્યુત્તરમાં બોલી કે;–“મારી દોઢડાહી બાઇ ! આ બે પૈસાનું માંસ ગયું તેની કાંઇ વધારે ચિંતા નથી; એ તો બીજું પણ મળશે પરંતુ તે પોતાની મૂર્ખતાની સીમા કરીને દ્રવ્ય, જાર અને પતિ ત્રણેને ખોઇ દીધાં છે, તે તને આ જન્મમાં મળવાં તો અશક્ય છે. જે હતું તે બધું ચાલ્યું ગયું, છતાં નિર્લજ્જ દશામાં હાથથી લજ્જાનું રક્ષણ