પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪
ચપલા ચરિત્ર ચંદ્રિકા

વિચાર કરીને તેણે પોતાની પત્ની તથા દાસીને કહ્યું કે;- હું વ્યવસાય માટે કોઈ અન્ય સ્થાનમાં જાઉ છું, એટલા માટે આપણા બાળકની તમે બન્ને મળીને સંભાળ રાખજો. હું ધન મેળવીને બનતાં લગી સત્વર જ પાછો આવીશ.” આમ કહીને તે ત્યાંથી અન્યત્ર જવાને ચાલ્યા ગયો.

તેની સ્ત્રી મદિરાક્ષી મહા સુંદર અને તરૂણ હોવાથી પતિના પ્રયાણ પછી એક પંજાબી સૈનિક સાથે તેણે પ્રેમસંબંધ કર્યો, પંજાબી સૈનિક પણ સુંદર, તરુણ અને બળવાન હોવાથી દિવસે દિવસે બન્નેનો પરસ્પર પ્રેમ વધતો ગયો અને બન્ને વિષયલંપટતાનાં જળમાં વધારે અને વધારે ઊંડાં ઊતરતાં ગયાં. એક દિવસ તેની દાસી નદીએ કપડાં ધોવાને ગઈ હતી અને તેનો દીકરો બહાર રમવાને ગયો હતો, એટલે એ પ્રસંગને સાધી મદિરાક્ષી પોતાના પંજાબી યારને ઘરમાં લઈ આવી. એટલામાં અકસ્માત તેને પુત્ર ઘરમાં આવી લાગ્યો અને પોતાની માતાને પરપુરુષ સાથે એક પલંગ પર જોઈને કહેવા લાગ્યા કે;-“મા ! આજકાલ આ કોણ નવીન પુરુષ આપણા ઘરમાં આવે છે અને આજે તું એની સાથે નિમગ્ન થઈ છે તેનું શું કારણ વારૂ ? મે સાંભળ્યું છે કે, આ નિંદ્ય કર્મ ઘણાકોના પ્રાણ લે છે અને પ્રતિષ્ઠાની સર્વથા હાનિ કરી નાખે છે. એટલા માટે મારા પિતાશ્રી જ્યારે પાછા ઘેર પધારશે, તે વેળાએ તેમને હું આ સર્વ વૃત્તાંત કહી સંભળાવીશ અને તમે બન્નેને યોગ્ય શિક્ષા કરાવીશ.” પુત્રના મુખમાંનાં આ વાક્યો સાંભળી હૃદયમાં અત્યંત ભયભીત થઈને મદિરાક્ષીએ પોતાના જારને ઈશારાથી સૂચવી દીધું કે;-“હવે વિલંબ ન કરતાં આના પ્રાણનો નાશ કરી નાખો, નહિ તે આ બધો ભાંડો ફોડી નાખશે અને તે આપણ બન્નેના પ્રાણ લઈ લેશે !” આટલું કહીને જ તે અટકી નહિ, પણ તત્કાળ તેણે એક ખંજર લાવીને પોતાના જારના હાથમાં આપ્યું, અને પુત્રને ભૂમિપર પછાડીને કહ્યું કે;-“આ આપણો બાપ થવા આવ્યો છે, માટે હવે મનમાં લેશમાત્ર પણ દયા ન લાવતાં આનો વધ કરી નાખો, નહિ તો