પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫
વીરક્ષેત્રની સુન્દરી-૨

એ આપણા બન્નેના નાશનો હેતુ થઈ પડશે !” માતાનો આવો રંગ જોઈને તે પુત્ર અત્યંત ભયભીત થઈ હાથ જોડીને માતાને પ્રાર્થના કરવા લાગ્યો કે:-“માતા ! મારું મરણ ન નીપજાવો. તમે બન્ને હમેશાં ગમે તેમ વર્ત્યા કરો, તો તે માટે મારી ના નથી. હું પ્રાણ જતાં ૫ણ આ વાત મારા પિતાને કહીશ નહિ. વળી હું તને કાશીની યાત્રાએ લઈ જઈશ અને સદાસર્વદા તારી જ આજ્ઞાનું પાલન કરીશ.” આવી રીતે તેણે અનેક પ્રકારે માતાની પ્રાર્થના અને આર્જવતા કરી, પણ તેનું તે કામાંધ અને નિર્દય નારીના હૃદયમાં કશું પણ પરિણામ થયું નહિ. તે દુષ્ટાએ રાક્ષસીનો અવતાર ધારીને તે ક્ષણે જ પોતાના હાથે જ પોતાના પુત્રનું ગળું કાપી નાખ્યું. અદ્યાપિ દિવસ હોવાથી પુત્રના શબને તેણે ઢોર માટે જે નીચેના એક ઓરડામાં ઘાસ અને બળતણ વગેરે વસ્તુઓ રાખવામાં આવતી હતી તે ઓરડામાં રાખી દીધું. એ પછી થોડીવારમાં જ દાસી કપડાં ધોઈને ઘેર આવી પહોંચી અને તેણે છોકરાને ન જોઈને શેઠાણીને પૂછ્યું કે;–“આપણો બાબુ ક્યાં ગયો વારૂ ?” શેઠાણીએ આંખો ફેરવીને જવાબ આપ્યો કે;-“હમણાં જ મારી માનું માણસ આવ્યું હતું તે તેને મેાશાળમાં લઈ ગયું – બે ચાર દિવસ રહીને તે પાછો આવશે !” શેઠાણીનું આ ઉત્તર સત્ય ન ભાસવાથી દાસી બાબુને આમતેમ શોધવા લાગી, એટલામાં ગાય આવી અને તેને માટે ઘાસને પૂળા કાઢવા તે એારડામાં જતાં ત્યાં બાબુનું મડદુ પડેલું તેના જોવામાં આવ્યું, હૃદયમાં અત્યંત શોક થવાથી તે શબને આલિંગન આપીને દાસી મોટા સ્વરે વિલાપ કરવા લાગી, અને બોલી કે;-“જો શેઠ આવશે, તો આનો શો જવાબ આપીશ ?” દાસીનો રોદનધ્વનિ સાંભળી મદિરાક્ષી ત્યાં આવી અને તેણે દાસીને શબને ખોળામાં રાખી વિલાપ કરતી બેઠેલી જોઈ. તત્કાળ તેણે પોતાના જારને બોલાવ્યો અને કહ્યું કે;-“અત્યારે અને આ ક્ષણે જ આ દાસીનો પણ જીવ લેવો જ જોઈએ; કારણ કે, એ જીવશે, તો આ વાતની હોહા કરીને આપણ બન્નેનો જીવ લઈ લેશે.” આ વાત