પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬
રતિનાથની રંગભૂમિ

સાંભળતાં જ તે પાપી જારે તે ભલી દાસીની છાતીમાં તત્કાળ ખંજર ભોંકીને તેના પ્રાણનો પણ ભોગ લીધો. તે બન્નેનાં મડદાંને ત્યાં જ પડતાં મૂકીને પાછાં તેઓ યથેચ્છ વર્તન કરવા લાગ્યાં. ભાવિનો પ્રતિકાર કદાપિ થઈ શકતો નથી, એ નિયમાનુસાર મદિરાક્ષીનો સ્વામી પણ એ જ વેળાએ અચાનક ગ્રામાંતરથી ઘેર આવી પહોંચ્યો. તેણે આવતાની સાથે જ પોતાની પત્નીને પૂછ્યું કે;–“આપણો બાબુ ક્યાં છે વારૂ ?” એના જવાબમાં દુષ્ટ દારાએ જણાવ્યું કે;-“દાસી તેને લઈને મારી માને ઘેર ગઈ છે; અને તેઓ ચાર છ દિવસ પછી આવવાનાં છે!” પિતાને પુત્રમાં અતિશય પ્રેમ હોવાથી અને પુત્રને જોવાની તેની ઇચ્છા બળવતી થએલી હોવાથી તેણે પોતાનાં સાસરિયાંના ગામ ભણી તેને લાવવા માટે કાસદને મોકલવાની તૈયારી કરવા માંડી. આવી સ્થિતિ જોઈને સ્ત્રી કહેવા લાગી કે;-“હવે બે ચાર દિવસમાં શું ખાટું મોળું થઈ જાય છે કે વળી કાસદ મોકલો છો ? હજી તો કાલે જ ગયા છે; જો ઊતાવળ હોય તો બે દિવસ પછી બોલાવી લેજો. અત્યારે જ પાછો બોલાવીશું, તો મારાં પીયરિયાંને ખોટું લાગશે.” સરદારને પણ પત્નીની આ વાર્ત્તા યોગ્ય લાગવાથી તે શાંત થઈને બેસી રહ્યા. ત્યાર પછી રાત્રિના સમયે તે સ્ત્રીએ વિચાર કર્યો કે;–“જો આજની રાતમાં જ આ પીટ્યા ધણીનું કાસળ નહિ નીકળે, તો આવતી કાલે મોટો ગજબ થઈ જશે.” આવી ધારણાથી તેણે નાના પ્રકારનાં ભેાજન તૈયાર કરીને તેમાં પ્રાણહારક વિષ ભેળવી દીધું અને સ્વામીને પોતાના હાથે સ્નાન આદિ કરાવીને જમવા માટે બેસાડ્યો. વિષ એવું તો પ્રબળ હતું કે, તે સરદાર અડધો જમ્યો એટલામાં તો તેના મુખમાં શુષ્કતા થતાં તેનો જીવ મુંઝાવા લાગ્યો અને તેથી પીવાનું પાણી તેણે માગ્યું, “પાણીનો છાંટો પણ ઘરમાં નથી” એમ કહી ગાગર લઈને તે જારિણી પાણી ભરવાને કૂવા પર ચાલી ગઈ, પાછળ તે બિચારા સરદારને અત્યંત પીડા થવાથી વખતે નીચે ગાય માટે પાણી ભરી રાખ્યું હશે તેમાંથી થોડુંક પાણી