પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮
ચપલા ચરિત્ર ચંદ્રિકા

મનુષ્યોને લઈને પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો, તે પ્રમાણે જ હું પણ અમુક મનુષ્યોને સાથે લઈને જ મરવાની છું. તમે મારા હાથમાં આવો, એટલા માટે મેં ઘણા કાળનો અને દ્રવ્યનો ભેાગ આપીને અનેક યત્ન કર્યા અને છેવટે તમે મારા હાથમાં આવ્યા તો ખરા, પણ આ દુષ્ટ આચરણથી બહુધા મારી પ્રતિષ્ઠાનો નાશ તો થઈ જ ચૂકયો. હવે આ વાર્તા મારા પતિના કાને જતાં મારા પ્રાણનો નાશ થશે, એમાં તો સંશય નથી જ, અર્થાત્ કદાચિત આ ગૃહને ત્યાગી તમારી સાથે ન્હાસી જવાથી કદાચિત પ્રાણ બચે, એવી આશાથી મેં તમને એ પ્રાર્થના કરી; પણ તમે તો કાંઈ માનતા જ નથી; એથી હવે ફજેતો કરાવીને પતિના હાથે મરવું તેના કરતાં અત્યારે તમને સાથે લઈને મરી જવું, એ મારા વિચાર પ્રમાણે વધારે સારૂં છે. કારણ કે, આવી રીતે મરવાથી પાછળ લોકો એટલું તો જરૂર બોલશે જ કે, “રાંડ મરી તો ગઈ, પણ ધગડાને સાથે લઈને મુઈ !” કારણ કે, પુરુષો માત્ર ગરજના સાથી અને પ્રેમરસ ચાખી નિર્દયતાથી પરનારીનો નાશ કરનારા જ હોય છે.

હે અનંગભદ્રા ! તેની આ વાણી સાંભળીને હું કહેવા લાગ્યો કે, “સુંદરી ! તેં જેવી રીતે મને આ મદિરાક્ષીની કથા કહી સંભળાવી, તેવી જ એક કથા હું પણ તને કહી સંભળાવું છું, તે સાંભળીને પછી તારે જે કાંઈ કરવું હોય તે ખુશીથી કરજે.” એના ઉત્તરમાં તે બોલી કે-“પ્રાતઃકાળ સુધીનો સમય આપણો છે, માટે ત્યાં સુધીમાં જે કાંઈ પણ કહેવું હોય તે આનંદથી કહો.” એ ઉત્તર સાંભળી હું તેને નીચેની કથા સંભળાવવા લાગ્યો:–


રાજકુમાર રકતસેનની કથા

સુંદરી ! પૂર્વે કાશ્મીર દેશમાં સંજયસેન નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને એક પુત્રનો ઈશ્વરકૃપાથી લાભ થયો અને તેનું રક્તસેન નામ રાખી રાજાએ મોટો ઉત્સવ કર્યો, ત્યાર પછી જેમ જેમ તે રાજ કુમાર વયમાં મોટો થતો ગયો, તેમ તેમ અનુક્રમે સર્વ