પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦
રતિનાથની રંગભૂમિ

નગર આવ્યું અને ત્યાં જઈને તે ધર્મશાળામાં ઊતર્યો. લગભગ એક પ્રહર રાત્રિ વીતી હશે તે વેળાએ એક તરુણ અને અત્યંત રૂપવતી વેશ્યા સોળ શૃંગાર સજીને પોતાના પ્રિયકરને ઘેર જતી હતી. તેના પગમાંના ઝાંઝરના ઝમકાર રાજકુમારના કાનોમાં આવી અથડાયો અને તે સાંભળતાં જ રાજકુમાર મોહમુગ્ધ થઈ ગયો. તેને કુલીન કામિની ધારીને 'જો મને એકવાર એ સુંદરીના સમાગમનો લાભ મળે, તો અહોભાગ્ય !' એવા પ્રકારની આશાને તે હૃદયમાં ધારણ કરવા લાગ્યો. કેટલીકવાર પછી તે જ વેશ્યા તેનો પ્રિયકર ન મળવાથી પાછી પોતાનાં ઘર તરફ જતાં એ જ માર્ગમાં થઈને નીકળી. રાજકુમારે મદનાતુર થઈને સંકેતથી તેને પોતા પાસે બોલાવી અને તેના આશયને જાણી જઈને ચતુર વેશ્યા તત્કાળ આવીને તેના આસન પર બેસી ગઈ. રાજકુમારે તેનો તાંબૂલ આદિથી બહુ જ સારો સત્કાર કર્યો. તેને ચિકાસદાર અને સાથે મદનમૂર્તિ જોઈને વેશ્યા કહેવા લાગી કે:- “સ્વામિન્ ! આ ધર્મશાળામાં પડીને દુ:ખ ભોગવો છો, તેના કરતાં મારૂં ઘર પાસે જ છે, ત્યાં પધારો, તો આપને સર્વ પ્રકારનાં સુખો ! મળી શકશે.” રાજકુમાર કામાતુર થએલો જ હતો અને વળી રમણીએ પોતે આવો આગ્રહ કર્યો એટલે તે તત્કાળ અશ્વારૂઢ થઇ પોતાના સર્વ સાહિત્ય સહિત તે વેશ્યાના વિલાસમંદિરમાં ચાલ્યો ગયો.

તે બહુ દિવસ તે વેશ્યાના મંદિરમાં રહ્યો અને વેશ્યા તેને તેની ઇચ્છા પ્રમાણેનો વિષયરસ ચખાડી તેના ધનનું ધીમે ધીમે હરણ કરતી ગઈ. તેના સર્વ ધનનો વ્યય થઈ ગયો છતાં તે સાવધ ન થયો. એક દિવસ તે રાજકુમાર નગ્ન સ્નાન કરતો હતો એવામાં તેની જંધા- ઓને સીવેલી જોઈને તે વેશ્યાના મનમાં વિકલ્પનો સંચાર થયો. તે રાત્રે રાજપુત્ર નિદ્રાધીન થવા પછી તે સ્થળે હાથ ફેરવીને જોતાં તે ભાગ કઠિન દેખાયો, એટલે બીજે દિવસે તે મોહિનીએ પૂછ્યું કે;– “તમારી જંધાઓના અમુક ભાગો બહુ જ કઠિન છે તેનું શું કારણ , વારૂ ?” લંપટતામાં જ્ઞાનભાનને ભૂલી ગએલા ભોળા રાજ-