પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૫
વિવરસ્થ વનિતા


વાર્તા વિચારાંતે યોગ્ય જણાયાથી તે કહેવા લાગી કે;-“વારૂ ત્યારે ઊતાવળથી તારી કથા કહી સંભળાવ," એમ કહી હાથમાં નગ્ન અસિ લઇને તે બાજઠ પર બેસી ગઈ, અને રાજકુમારે નિમ્ન લિખિત કથાનો આરંભ કરી દીધો;-


વિવ૨સ્થ વનિતાની વાર્તા

પૂર્વે અવંતી નામક નગરીમાં મત્સ્યેન્દ્ર નામનો એક શાહુકાર રહેતો હતો. તેનો ગોપીનાથ નામનો સેવક વયમાં તરુણ અને સ્વરૂપે અતિશય સુંદર હતો. તેનો મત્સ્યેન્દ્રના વ્યાપારમાં ભાગ હોઈને તે લોકોની હુંડી પત્રીઓ સ્વીકારતો હતો. તેની પાસે બહુ સંપત્તિ થવાથી તેના મનમાં પરણવાનો વિચાર સ્ફુરી આવ્યો, પરંતુ પ્રમદાઓ પાપિની અને વ્યભિચારિણી હોય છે, એવો તેનો નિશ્ચય થએલો હોવાથી પ્રથમ યોગ્ય પરીક્ષા કરી જો કોઈ સારી સ્ત્રી મળે તો જ તેની સાથે લગ્ન કરવું અથવા તો સ્ત્રીને એવા સ્થાનમાં રાખવી કે જ્યાં તેને પર પુરુષનું દર્શન જ ન થઈ શકે. આવા વિચારથી તે ગૃહસ્થે એક પર્વતના વિવરમાં ગૃહ ચણાવીને તેમાં અન્નોદક આદિની વ્યવસ્થા કરી રાખી. ત્યાર પછી કાશીમાં જઈને માત્ર એક વર્ષના વયની એક કન્યા સાથે લગ્ન કરી તેને તે વિવરસ્થ ગૃહમાં લઈ આવ્યો અને ત્યાં તેના રક્ષણ માટે બે દાસીઓ અને દૂધ પાવા માટે ધાવ મળીને ત્રણ સ્ત્રીઓને રાખી. કેટલાંક વર્ષ પછી તે કન્યા તારુણ્યમાં આવ્યા પછી ગોપીનાથ ત્યાં નિત્ય જઈને તે સ્ત્રીના યૌવનનો ઉપભોગ લેતો હતો. એકવાર તે વ્યાપારના કાર્ય માટે કોઈ દૂરના દેશમાં ગયો હતો, અને એક દિવસ તેની પત્ની મુક્ત વાયુનો સ્વાદ લેવા માટે વિવરમાંથી બહાર આવી હતી. એટલામાં એક સરદાર પુત્ર શિકાર કરતો તે સ્થળે આવી લાગ્યો અને તેના સૌન્દર્ય તથા તારુણ્યને જોઈને તેનામાં લુબ્ધ થઈ ગયો. તે વનિતા તે તરુણને પોતાના વિવરમાંના મંદિરમાં લઈ આવી. ત્યાં તેની સાથે ભોગ વિલાસ કરી તે પર્વતમાં પાછળના ભાગમાં બીજો માર્ગ કરી ત્યાંથી તેણે તેને વિદાય કરી દીધો. ત્યાર