પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૭
વિવરસ્થ વનિતા

નથી, તો પછી મારી તારા હાથે કોણ જાણે ભવિષ્યમાં કેવી અવસ્થા થાય, એની અત્યારે કલ્પના પણ કરી શકાતી નથી. આપણા તને આજથી છેલ્લા રામ રામ છે !” એમ બોલી અત્યંત ભયભીત થઈને તે સરદાર- પુત્ર ત્યાંથી પોતાને ઘેર જવા માટે પલાયન કરી ગયો. મરણ પતિનું થવાથી અને જાર છોડીને ચાલ્યો જવાથી તે સ્ત્રી ચિંતા અને પશ્ચાત્તાપથી ઝૂરવા લાગી અને બુદ્ધિમાં એક પ્રકારનો ભ્રમ થતાં ઉન્માદિની થઈને કેટલોક બકવાદ પણ કરવા લાગી. અરણ્યમાં પતિના મરણ પછીથી અન્ન અને જળ આદિનો ત્રાસ થતાં તે કોઈ ગામમાં જવા માટે ત્યાંથી નીકળી એટલામાં રસ્તામાં એક હડકાયું શિયાળવું તેને કરડ્યું અને તેથી વધારે ગાંડી થઈને તે નાગી જ જંગલમાં ભટકવા લાગી. તે આવી અવસ્થામાં જંગલમાં ભટકતી હતી એવામાં એક દિવસે અવંતી નગરીનો રાજકુમાર ત્યાં મૃગયા માટે આવી લાગ્યો અને તે તેની સુંદરતાથી મુગ્ધ થઈ તેને પોતાના મહાલયમાં લઈ આવ્યો. ત્યાં હડકવા લાગુ પડવાથી તે સ્ત્રીએ ઘણાકોને બટકાં ભર્યા અને તેથી કેટલાંક માણસો મરી ગયાં, છેવટે રાજકુમારે તેને મારાઓના હાથમાં સેાંપી ગામ બહાર મોકલીને તેનો શિરરછેદ કરાવી નાખ્યો.

અનંગભદ્રા ! જોયું - કોઈ મનુષ્ય એ દુષ્ટ સ્ત્રી પાસેથી પાપનો બદલો ન લઈ શક્યો, તો છેવટે ઈશ્વરે પોતે જ ચમત્કારિક રીતે તેનો નાશ કરી નાખ્યો. એવી રીતે જ્યાં સુધી પાપનો ઘડો ભરાય છે, ત્યાં સુધી પાપીઓ મોજમઝા કર્યા કરે છે અને જ્યારે તે ઘડો કાંઠા સુધી ભરાઈ જાય છે, એટલે પરમાત્મા તત્કાળ તેને ફોડી નાખે છે.

અા વાર્તા સંભળાવીને રક્તસેન તે વેશ્યાને કહેવા લાગ્યો કે;– “હે રમણી ! જો તું માત્ર પોતાના સ્વાર્થનો જ વિચાર કરી મને મારી નાખીશ, તો રાજા એ ખૂનનો બદલો તારી પાસેથી લેશે. અને ત્યાંથી ધાર કે, તું છૂટીશ, તો પણ પરમેશ્વરના હાથમાંથી તો તારો છૂટકો થવાનો નથી જ. એટલા માટે મારો ઘાત કરવો, એ કૃત્ય તારા માટે કલ્યાણકારક નથી. આ મનુષ્યાવતાર જેવો સુખપૂર્ણ