પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


એની ચરિતાર્થતા અનુભવે છે. આ આખી સૃષ્ટિના સમભાવી સાક્ષી પરમ કારુણિક વિમલસૂરીજીના આશીર્વાદ આગળ કથા અટકે છે. ચિત્તમાં શમી જતી સૃષ્ટિના રંગોમાં, કલાધારી સુલેખાએ આદરેલા આત્માના અજરઅમર અંશના ચિત્ર 'સુરૂપકુમાર'ની આપણને અલપઝલપ ઝાંખી થઈ જાય છે.

નવલકથામાં નાયક ને નાયિકાની પાછળ ભમનાર વાચક તો પુસ્તકને, સત્તરમે પ્રકરણે રિખવશેઠના મૃત્યુ સાથે, બાજુ પર મૂકી દેશે. નાયિકા સુલેખા છેક સુધી જીવે છે, પણ આખી કથામાં માંડ બે વાર નાયકની સાથે એ જોવા મળે છે. કથાની ખરી નાયિકા તો છે લક્ષ્મી, વ્યાજનો પૈસો – વગર પરિશ્રમનો – પૈસામાંથી ઉપજતો પૈસો, એટલે એને સોળે કળાએ ખીલેલી લક્ષ્મી કહીએ તો ચાલે ! અને નાયક ? એની જ તો વાત છે !

એક બાજુથી જોઈએ તો લક્ષ્મી પોતાનો રક્ષક-ભોક્તા ગમે તે રીતે મેળવવા કરતી હોય છે એની મથામણ સર્વત્ર નજરે પડે છે. આભાશા, રિખવ, પદમશેઠ એ એના અહીં કાયદેસરના માલિકો છે, એમની માલિકી ડગમગે છે ત્યારે અને અમરત અને ચતરભજ પોતપોતાના દીકરાઓને એ પદ અપાવવા તલસે છે, પણ લક્ષ્મી કોઈ પ્રભાવશાળી રક્ષક મેળવવા નિષ્ફળ નીવડે છે. દૃઢ મનોબળવાળી વ્યક્તિઓ છે તે લક્ષ્મીની માલિકીના મોહમાં ફસાઈ તેના ગુલામ બનવા તૈયાર નથી (દા. ત. સુલેખા, છોટા મહંત, વિમલસૂરીજી.) છેવટે લક્ષ્મી જ્યાંથી પોતે ઉત્પન્ન થઈ હતી તે જનતાની સહસ્ત્રકમળપાંદડીમાં સમાઈ જાય છે – એને ઉજ્જ્વળતા અર્પી રહે છે. આમ બીજે છેડેથી જોઈએ છીએ તો લક્ષ્મી અમુક વ્યક્તિને લલચાવે છે, પોતાને ચાળે ચઢાવે છે. પણ ક્યારેક જતાં જનતાની સેવામાં કૃતાર્થ થયા વગર એના જીવને જંપ નથી. નારાયણના – આપણે ઇતિહાસ વિલોકીશું તે દેખાશે કે દરિદ્રનારાયણ - થાક્યા પાક્યા પગ તળાંસવામાં એના મનને જે તૃપ્તિ છે એ બીજે ક્યાંય નથી. અર્થશાસ્ત્રકાર કૌટિલ્યભગવાને