પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એ જામ, એ લબ, એ બોસા !
૧૧૧
 

 રિખવે તો હઠ લીધી : ‘પહિલે આ…’

‘લેકિન શેઠજી, વહ રસમ અચ્છી નહિ…’

‘કુછ ફિકર નહિ…’

છેવટે મુશ્તરીએ પોતાને મોંએ પ્યાલી માંડી ત્યારે જ રિખવે હઠ છોડી. આ બધા વખત દરમિયાન રિખવના મગજમાં એક જ ઉક્તિ ઘોળાય કરતી હતી : પ્રિયા મુખોચ્છ્‌વાસ વિકમ્પિતં મધુ…

પછી મુશ્તરીએ એ પ્યાલી રિખવને ઓઠે માંડી ત્યારે રિખવ એ દૃશ્ય પહેલાં તો સાચું માની ન શક્યો. આજ દિવસ સુધી પોતે કાવ્યસૃષ્ટિમાં વિહરતો હતો. શાસ્ત્રી માધવાનંદજીએ રોપેલા એ રસિકતાના સંસ્કારો દૈવયોગે લોલુપતમાં વિકૃતિ પામ્યા હતા. આજે કાવ્યસૃષ્ટિની કલ્પના વાસ્તવિકતામાં પરિણમતી જોઈને રિખવ આનંદની પરાકાષ્ઠા અનુભવી રહ્યો.

આખું વાતાવરણ માદક હતું. રિખવ શેઠ એક ઉપર બીજી પ્યાલી ઢીંચતા જતા હતા. બુઢ્ઢો નોકર શીશા ઠલવતો જતો હતો. હવામાં ઊત્તેજના હતી. પાણીની અસર રિખવની આંખ અને જીભ ઉપર પણ વરતાતી હતી.

રિખવે ફરમાયેશ કરી : ‘મુશ્તરી, ઔર એક અચ્છી ચીજ સુનાઓ…’

મુશ્તરીએ પ્રસંગનો પડઘો પાડતી પંક્તિઓ પસંદ કરી :

સુબહ તો જા સે ગુજરતી હૈં,
શબદિલ-આરામ સે ગુજરતી હૈ.
આકબત કી ખબર ખુદા જાને,
અબ તો આરામ સે ગુજરતી હૈ.

‘અજી વાહ ! મુશ્તરી !’ ઐયૂબખાન બોલી ઊઠ્યા.

‘કૌનસી હૈ યહ શાએરી ?’ રિખવે કુતુહલથી પૂછ્યું.

ઉસ્તાદજીએ કહ્યું : ‘દિલ્હીકા શહનશાહ શાહઆલમ કી એક રૂહેલેને દીવાને ખાસમે શહેનશાહ કી છાતી પર ચડ કર