પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોભી જતાં
૧૪૯
 

 દુઃખી થાતી, જો મારો માનો જણ્યો ભાઈ સુખી થાતો હોય તો. હુંય તમ થકી જ ઊજળી છું ને ? દલુને તમે આજ દી લગણ દીકરાની જેમ રાખ્યો છે. તો હવે ખોળે બેસાડી લઈને ભલે સાચો દીકરો કરો.’

માનવંતી તો નમાજ પઢવા જતાં કોટે મસીદ વળગી હોય એટલી અકળામણ અનુભવી રહી. અમરતે તો રસ્તો સરળ કરવાને બદલે સામેથી સાલ ઘાલ્યું હતું, એના સૂચનમાં માનવંતીને નર્યા સ્વાર્થની જ ગંધ આવતી હતી. જે અમરત આજે દલુને દત્તક લેવાનું સૂચવે છે એ આવતી કાલે તો આ ઘરમાં શું ને શું નહિ કરે એ ખ્યાલ માત્રથી માનવંતી ધ્રૂજી ઊઠી. નણંદની આ દુર્બુદ્ધિને ઊગતાં જ ડામવી પડશે એવો માનવંતીએ નિર્ણય કર્યો.

માનવંતીએ આભાશાને બધી વાતચીતથી વાકેફ કર્યા અને આભાશાનું ચિતતંત્ર ચગડોળે ચડ્યું. દરમિયાનમાં અમરતની આશાઓ અને આકાંક્ષાઓને ધૂળમાં મેળવવા માટે માનવંતી પણ પ્રયાસ કરી રહી હતી. પોતે જો પ્રયાસ નહિ કરે તો દલુ આવતી કાલે ઘરનો ધણી–રણી બની બેસશે એવી એને ભીતિ હતી. એમ થતું અટકાવવા માટે શાં પગલાં લેવાં એની ચિંતા માનવંતીને રાતદિવસ સતાવ્યા કરતી હતી.

બીજી બાજુ આભાશા પણ અસ્વસ્થ રહ્યા કરતા હતા. જ્યારે જ્યારે તેઓ માનસિક અસ્વસ્થતાથી પીડાય ત્યારે વિમલસૂરીનું શરણું શોધવાનો એમનો શિરસ્તો હતો. હમણાં ને હમણાં ઉપરાઉપરી બે ત્રણ વાર તેઓ આચાર્ય પાસે જઈ આવ્યા હતા, પણ ચિત્તની શાંતિ હજી સુધી સાંપડી શકી નહોતી.

છેવટે જે વ્યક્તિએ આભાશાનું ચિત્ત ચગડોળે ચડાવ્યું હતું એ જ વ્યક્તિએ એને શાંત કર્યું. માનવંતીના મૂઢ જેવા ગણાતા મગજમાં પણ આગિયાની જેમ એક ઉકેલ ઝબકી ગયો. માનવંતીની બે નાની બહેનો નંદન અને ચંપા હજી કુંવારી હતી અને નંદનનું