પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




[૨૦]


તોલા અફીણનું ખર્ચ

ભાશાને આમેય વાર્ધક્યનાં ચિહ્નો તો દેખાવા માંડ્યાં જ હતાં; પણ માનવંતી અને નંદન વચ્ચે જે હૈયાહોળી સળગી એણે એ વાર્ધક્યને બહુ વહેલું લાવી મૂક્યું.

રિખવના મૃત્યુએ આભાશાના સ્વાસ્થ્ય ઉપર એક ઘા તો કર્યો જ હતો, પણ એ ઘા જેટલો દુઃખકર બન્યો હતો એથીય અનેકગણા વધારે દુ:ખકર ઘા તો રોજ ઊઠીને નવી–જૂની પત્નીઓ વચ્ચે થતા કલહથી એમને અનુભવવા પડતા હતા. આવી સ્થિતિમાં પોતે હવે પુત્રહીન જ રહેશે એ હકીકતની પ્રતીતિએ એમને હતાશ કરી મૂક્યા હતા. પેઢીની મબલખ મોઢે પથરાયેલી સ્થાવર તેમ જ જંગમ મિલકતની કશીક વ્યવસ્થા કરવાની ચિંતા તો એમને અહોનિશ પજવતી જ હતી. એ ચિંતામાં જરીકે ઘટાડો થવો તો દૂર રહ્યો, પણ હમણાં હમણાંના અમરતના વર્તને એમાં ઉમેરો કર્યો હતો. બધી જ લાગણીઓને ઘડીભર વિસારીને અમરત પોતાના દલુને આ માલમિલકતનો વારસ બનાવવા મથી રહી હતી. અને એ નેમ સિદ્ધ કરવા માટે એ સારાનરસા હરેક ઉપાય યોજી રહી હતી. ચારે બાજુ ચિંતાઓથી ઘેરાયેલાં, દિલના ભાંગેલા આભાશા શરીરે પણ ભાંગી જઈને ખાટલાવશ બની રહ્યા.

સુલેખાને આ કુટુંબની લખલૂટ મિલકતમાં એક દોકડોય હાથ કરવાની દાનત નથી એટલું જ નહિ પણ એના ભવ્ય જીવને આવી ભૌતિક સ્પૃહા જરા સરખી પણ સ્પર્શી શકતી નથી, એ