પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦
વ્યાજનો વારસ
 

 એકસામટા ભેગા થઈને જાણે કે આભાશાના કાનમાં સણકા બોલાવી જતા હોય એમ આભાશા પુત્રવધૂના વૈધવ્ય – જીવન બદલ સંતાપ અનુભવી રહેતા.

ખાટલે પડ્યા પડ્યા આભાશા પોતાની વણપૂરી આશાઓ અને આકાંક્ષાઓને યાદ કરીને આખો દિવસ જીવ બાળ્યા કરતા. ચાતુર્વિદ સંઘ કાઢીને ગિરનાર અને શત્રુંજયની યાત્રાએ જવાનો પોતે સંકલ્પ કરેલો એ અધૂરો ૨હી જવા બદલ તેઓ વિમાસણ અનુભવી રહેતા. રિખવ આજે જીવતો હોત તો પોતે જરૂર સંઘ કાઢીને ગિરનાર ચડ્યા હોત અને નેમિનાથની પ્રતિમાને વિમલસૂરીની સૂચના અનુસાર રિખવને જ હાથે હીરાનો હાર પહેરાવ્યો હોત. આજે તો બધી મનની ઉમેદો મનમાં જ રહી હતી, એથી આભાશાના મંદવાડનો વ્યાધિ જાણે કે અનેકગણો વધી જતો હતો.

માનવંતી કરતાં એની નાની બહેન નંદન ઘણી વધારે ચબરાક હતી. જે અમરતે માનવંતીને ‘હીરાઢઢી’ જેવા એક જ ઇલકાબે નવાજી હતી એ અમરતને નંદન માટે ‘શેતાન ને લુચ્ચી’ એવાં બેવડાં વિશેષણો વાપરવા પડ્યાં હતાં એ એક જ હકીકત નંદનની શક્તિઓની સાબિતી સૂચવતી હતી. કોઈની મેલી બુદ્ધિથી કેમ જાણે પોતે અગાઉથી ચેતી ગઈ હોય, કોઈના કાવતરાની કેમ જાણે એને ગંધ આવી ગઈ હોય એમ નંદન ઘડીભર પણ આભાશાને રેઢા ન મૂકતી.

આભાશાના હૃદયમાં ઊંડે ઊંડે એવી ઇચ્છા હતી કે માલમિલકતનો સઘળો વારસો સુલેખાને જ સોંપવો. અલબત્ત, માનવંતી અને નંદનને ભરણપોષણ માટે સારી ૨કમો મળે એ જરૂરી છે, છતાં રિખવની પત્ની તરીકે સુલેખા જ આ ઘરની ધણિયાણી બની શકે, એમ આભાશા માનતા હતા. પણ પોતાની એ માન્યતા નંદન કે માનવંતી સમક્ષ વ્યક્ત કરવાની એમનામાં હિંમત નહોતી. જો એ વ્યક્ત થાય તો નવી તેમ જ જૂની બન્ને જણીઓ