પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આજાર આભાશા
૧૭૧
 

 આભાશાનાં છાજિયાં લિયે એવી સ્થિતિ હતી.

આભાશા પાસે દેખીતી સ્થાવર — જંગમ મિલકત ઉપરાંત કેટલીક નહિ સ્થાવર કે નહિ જંગમ એવી દુનિયાની નજરે અણદીઠી પણ મબલખ મિલકત હતી. અને એની જાણ તો ઘરના ‘પહેલા ખેાળાના દીકરા’ કહેવાતા ચતરભજ સુધ્ધાંને નહોતી. ઘરના છૂપા ભંડકિયામાં હજી સુધી ચતરભજ પ્રવેશ પામ્યો નહોતો. એમાં સંઘરેલ સોનાચાંદીનાં ઠામવાસણ, લાટા, ઢાળકીઓ વગેરેનું પૂરેપૂરું જ્ઞાન માનવંતીને પણ નહોતુ. મેડી ઉપરના માઢની બેવડી ભીંતોના પોલાણમાં સોંસરવા સંચર હતા. એમાં પેઢી–જૂનું અસલી જરઝવેરાત સંતાડવામાં આવ્યું હતું. ખપેડાના આડસરના પીઢિયાઓમાંથી એક ડાગળી ખેંચતાં આખું પીઢિયું પોલું દેખાતું અને એના ભગદળની અંદર અણખૂટ ભંડાર ભર્યા હતા. અરાજક મુગલ અને મરાઠા સમયમાં ધાડ અને લૂંટફાટોથી બચવા માટે વડવાઓએ કરેલ આ સિફતતભરી યોજનાઓની એકલા આભાશાને જાણ હતી.

એમની મૂળ ઇચ્છા એવી હતી કે રિખવ પુખ્ત વયે પહોંચે પછી આ બધી છૂપી મિલકત એને સોંપી દેવી. પણ એ તો આ બધું રઝળાવીને ચાલ્યો ગયો તેથી મિલકતની સોંપણી માટે આભાશાની નજરમાં સુલેખા સિવાય બીજું કોઈ યોગ્ય લાગતું નહોતું. પણ માનવંતી, નંદન તેમ જ સુલેખા નિઃસંતાન હોવાથી હવે તો એ બધી મિલકત દુશ્મન પિત્રાઈ જીવણશા અને એનો પુત્ર નેમિદાસ જ લઈ જશે એ યાદ આવતાં આભાશા કંપી ઊઠતા.

વર્ષો પહેલાં વિમલસૂરીએ ઉચ્ચારેલાં વચનો ‘સુલેખા કોઈ ભવ્ય જીવ છે, કોઈ તપોભ્રષ્ટ યોગિની જેવો આત્મા છે’ આજે આભાશાને યાદ આવતાં હતાં. વિધવા બનેલ સુલેખાએ વિમલસૂરીની એ ઉક્તિને સાર્થક પુરવાર કરી બતાવી હતી. આવો પુણ્યશાળી આત્મા પોતાના આંગણાને પાવન કરી રહ્યો છે એ યાદ