પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૬
વ્યાજનો વારસ
 

 ‘બાપુજી, એ જીવતા હોત તો હું ખરેખર એમના હાથમાંથી બધો કારભાર લઈને કુશળતાથી આખી પેઢી ચલાવત.…’

‘ગાંડી રે ગાંડી ! હું તો તારી મશ્કરી કરતો હતો.’

‘તમે ભલે મશ્કરીમાં કહો. હું તો ગંભીરભાવે કહું છું. એ જીવતા રહ્યા હોત તો પેઢીનો વહીવટ પરાણે એમના હાથમાંથી મારે જ લઈ લેવો પડત.’

‘એવું તે ક્યાંય બન્યું છે, દીકરી, કે પતિ જીવતાં જ પત્ની…’

‘શા માટે નથી બન્યું ? સલીમના હાથમાંથીય મ્હેર–ઊન–નિસાએ કારભાર લઈ જ લીધો હતો ને ? એ નૂરજહાંને કાં ભૂલી જાઓ ?’

‘એ તો જહાંગીર શહેનશાહની વાત થઈ !’ લશ્કરી શેઠ ફરી હસ્યા.

‘પણ તમારા જમાઈ તો એ શહેનશાહથીય વિશેષ હતા. એનાથીય અદકા રસિક. એને બનવું તો હતું રસયોગી, પણ યોગસાધના માટે જરૂરી નિગ્રહ જાળવી ન શકાય. અસિ–ધાર સરખી એ સાધનામાંથી ડગી જવાની, ચ્યુત થવાની કિંમત એમને પોતાની જિંદગી વડે ચૂકવવી પડી. જીવતા રહ્યા હોત તો મારે જરૂર નૂરજહાંની જવાબદારીને અદા કરવી પડત. કારણ કે, એ તો સલીમ જેવા જ હતા – સુરા અને સુંદરીમાં જ ચકચૂર રહેવાવાળા…’

‘બેટા, એ તો બધા કરમના ખેલ છે. કરમ નચાવે એ પ્રમાણે માણસે નાચવું પડે છે. હવે એ બધું યાદ કરીને એના આત્માને પણ શા માટે અશાંતિ કરે છે ? એ આજે હયાત નથી ત્યારે જ આભાશાને બધું તારા નામ ઉપર ચડાવવું પડે છે ને ? તું હવે સંમતિ આપે એટલે…’

‘મારી સંમતિ તમને નહિ મળે, બાપુજી ! મારી જીવનસાધના