પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૦
વ્યાજનો વારસ
 

 ‘કલાધરી હજી બની તો નથી, પણ બનવાનાં સપનાં સેવું છું. એ માટે તમારી આશિષ માગું છું. બાપુજી !’

‘તારા વૃદ્ધ સસરાની આજ્ઞાનું પાલન કર્યું છે એ બદ્દલ તેઓ જ તારાં સપનાં પાર પડે એવી આશિષ આપશે. ચાલો ત્યારે જાઉં ’…. લશ્કરી શેઠે ઓરડાની બહાર પગ મૂકતાં કહ્યું.

એ વખતે સુલેખા જોઈ શકી કે લશ્કરી શેઠની મોખરે કોઈ પડછાયો ઝડપથી હાફળોફાંફળો આગળ દોડી ગયો હતો.

શું એ કોઈ ચોર હતો ?

કે જાસૂસ ?

*