પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૬
વ્યાજનો વારસ
 


‘હવે આ વખતે કામ પતાવ્યા વિના તને ફરી મોઢું ન બતાવું.’ અમરતે ખાતરી આપવાની કોશિશ કરી.

આવા આકરા શપથ સાંભળીને ચતરભજને મજાક સૂઝી. બોલ્યો :

‘હં, હં, જોજો એવા ભારે નીમ લેતાં નહિ. તમારું મોઢું જોયા વિના તો હું જીવી કેમ શકીશ ?’

‘એલા વળી પાછો ફાટ્યો કે ? ગલઢે ગઢપણ હજી શરમાતો નથી ?’ અમરતે મીઠો રોષ બતાવ્યો.

‘હું પણ તમને એમ જ પૂછું તો ?’ ચતરભજે જતાં જતાં મર્મમાં કહ્યું.

અમરત હસી.

*