પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મજિયારાં હ્રુદયની અશ્રુત્રિવેણી
૧૮૯
 

 વચનોનું બરાબર પાલન કરીશ, સુલેખાને જ બધું સોંપતો જઈશ. એની નસમાં પણ લશ્કરી કુટુંબનું લોહી વહે છે. એ મારી મિલકતનો સદુપયોગ જ કરશે. સુલેખા તો દીકરાથીય અદકી છે. દીકરીએ દીવો રહે એમ કહેવાય છે. આ તો મારા દીકરા સમાણી જ છે. શાહ કુટુંબનું નામ એ જરૂર ઉજાળશે... જરૂર ઉજાળશે.'

લશ્કરી શેઠ આભાશાના ઓરડામાં પ્રવેશ્યા ત્યારે એમના મોં ઉપર આભાશાએ મલકાટ જોયો અને પૂછ્યું :

'ફતેહ કે?'

'જી હા. સુલેખાને માંડ માંડ સમજાવી છે.'

'પાડ તમારો. સમજુ તો સાનમાં સમજી જાય. સુલેખા તો સમજુઓમાંય શિરોમણિ છે. મારી સાત પેઢીને ઊજળી કરી બતાવશે.'

આટલું કહીને આભાશાએ પોતાના ખાટલાની ચોમેર નજર ફેરવી. સામે દૂરના બારણા પાસે નંદન પહેરેગીરની જેમ ઊભી હતી, એ રખેને વીલની વાત જાણી જાય એવા ભયથી આભાશાએ રાબ પીવાની ઇચ્છા વ્યક્ત કરી અને નંદનને એ કામ માટે રસોડામાં ધકેલી દીધી.

પણ નંદનને મોટામાં મોટો ડર અમરતનો હતો. પોતાની ગેરહાજરીમાં એ આભાશાના ખાટલા પાસે પહોંચી ન જાય એની એ સાવચેતી રાખતી હતી. તેથી એક આંખ ડેલીના બારણા ઉપર રહે એવી રીતે નંદન રસોડા તરફ ગઈ. હવે નંદનને રસોઇયા ઉપર પણ વિશ્વાસ નહોતો બેસતો. રખેને કોઈની શિખવણીથી રસોઈમાં ઝેર ભેળવીને આભાશાને ખવડાવી દિયે તો ! અમરત અને ચતરભજના કાવતરાની બાતમી અફીણીની દુકાનેથી આવ્યા બાદ તો અમરત જ્યારે જ્યારે ભાઈની તબિયતના ખબર પૂછવા આવતી ત્યારે ત્યારે નંદન ખડે પગે ખાટલાના પાયા આગળ ચોકી