પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૨
વ્યાજનો વારસ
 

 ‘જા હવે જા. મોટી સંતોષ આપવાવાળી ન જોઈ હોય તો ! બહુ પેટમાં બળતું હોત તો ધણીને બીજો દીકરો તેં આપ્યો હોત !’ નંદન સંભળાવતી.

માનવંતી કહેતી : ‘તારા કરતાં મેં વધારે સંતોષ આપ્યો છે, વંતરી ! મેં એક દીકરો તો દીધો પણ નસીબમાં ન સમાણો. તારી જેમ મારી કૂખ વાંઝણી નથી, સમજી ને ?’

સાંભળીને નંદન ઊભી ને ઊભી સળગી ઊઠતી. કહેતી : ‘એ… તારી જીભના કટકા થાય !... વાંઝણી તો તું છો. હું તો હજી નાની બાળ છું... કાલ સવારે ફૂખ ઊઘડશે ને ખોળામાં છોકરું રમશે…’

‘વાટ જોઈ રહેજે, વાંઝણી !’ માનવંતી સામું ફેંકતી.

આ વખતે બન્ને બહેનોના મજિયારા એવા આભાશાને દરમિયાનગીરીની જરૂર સમજાતી અને કહેતા :

‘હવે બસ કરો બેય બહેનો. બહુ બોલ્યાં, હવે વધારે બોલવું હોય તો પહેલાં મારા ગળાનો હૈડિયો દાબી દિયો એટલે હું આ હોળીમાંથી છૂટું; પછી તમે બેય જણીઓ પેટ ભરીને ગાળાગાળી કરજો. પછી મારે ક્યાં જોવા આવવું છે ?’

માનવંતી આ મહેણાના અનુસંધાનમાં નંદનને વધારે સંભળાવતી : ‘મને તો ઠીક પણ તારા ધણીના જીવને તો જરાક જંપવારો લેવા દે. એનાં કાળજાં બાળીને કયે ભવે સુખી થાઈશ ?’

‘તેં એનાં કાળજાં બહુ ઠાર્યાં છે તે હવે તું એકલી જ સુખી થાજે ને ! હું ભલે દુઃખી થાઉં.’

‘અરે ભગવાન ભગવાન ! સાવ અવળચંડો સભાવ થઈ ગયો એની સાથે વાત પણ શું કરવી ને શિખામણેય શી દેવી ?’ માનવંતી કંટાળીને કહેતી.

માંદગીને બિછાનેથી આભાશા બન્ને પત્નીઓને ઉદ્દેશીને એટલું બોલતા :

‘મારા નસીબમાં ટાઢાં લાકડાં નથી લખ્યાં. મારી ચેહ ઉપર ગમે એટલા ઘડા પાણી રેડશો તોય ટાઢી નહિ થાય. એ ઊની ને