પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઓશિયાળી અમરત
૨૦૧
 

 પ્રમાણમાં મતા હાથ કરી લીધી હતી છતાં અમરતને એમાંથી તાંબિયું પરખાવવા એ તૈયાર નહોતો. એની સઘળી યોજના લશ્કરી શેઠે ઊંધી વાળી હોવાથી એ ધૂંઆપૂંઆ થઈ ઉઠ્યો હતો અને એનો બધો દોષ અમરત ઉપર ઠાલવી રહ્યો હતો !

ચચરભજ અને અમરતને પ્યાદાં બનાવીને આભાશાની પેઢી પચાવી પાડવાની પિત્રાઈ જીવણશા અને નેમીદાસની યોજના ઊંધી વળી.

થોડા દિવસ તો અમરતનું માનસ અસ્થિર જેવું થઈ ગયું. નહિ કે આભાશાના મૃત્યુનો એને શોક લાગ્યો હતો; પણ પોતાની કરી–કરાવી મહેનત એળે ગઈ, ધમ્યું સોનું ધૂળમાં મળ્યું એનો એને વસવસો થતો હતો. દલુની સ્થિતિ તો સુધરવાને બદલે ઊલટી બગડી હતી. પેઢીમાં આવરાજાવરાને કારણે જે ચપટીમૂઠી આવક થતી હતી તેય લશ્કરી શેઠના વહીવટમાં ટળી ગઈ.

લશ્કરી શેઠે સુલેખાનાં વીલની વાત જાહેર કરીને પેઢીનો સઘળો વહીવટ સુલેખાને નામે ચલાવવા માંડ્યો. એને માટે ખાસ વીસપુરથી બે હોશિયાર અને વિશ્વાસુ વાણોતરોને બોલાવીને પેઢીના મુનીમ તરીકે બેસાડ્યા, અને ચતરભજ પાસેથી ભૂતકાલીન ગેરવહીવટનો હિસાબ માગવાની ધમકી આપી.

આમાં કશામાં અમરતનો ગજ વાગતો નહોતો તેથી તે અકળાઈ ઊઠી.

દલુની સ્થિતિ વધારે ને વધારે દયાજનક થતી ગઈ. મામાના જીવનકાળ દરમિયાન પેઢીના માણસોમાં દલુનું ભાણાશેઠ તરીકેનું જે નાનું સરખું પણ સ્થાન હતું, સ્વમાન હતું, તેય વીસપુરના નવા વાણોતરો આવ્યા પછી જતું રહ્યું.

લશ્કરી શેઠે સહુને ચોખ્ખું સંભળાવી દીધું હતું કે વીલમાં લખાયેલી રકમો સિવાય આ ઘરમાં કશો વધારે અધિકાર તમને નથી.

અમરતે દળીદળીને છેવટે ઢાંકણીમાં ઊઘરાવવા જેવું કર્યું હતું. ભાઈ જેવા ભાઈની પોતે હત્યા કરી, પણ પરિણામમાં તો