પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રસ–ભોગી અને અર્થ-ભોગી
૨૨૧
 

 કોમળા કિશોરો, માર્ગેથી પસાર થતા રાજવંશી કુમારો; ડેલીમાં ભિક્ષાર્થે આવતા કૌપીનધારી સોહામણા સાધુઓ, ઊભી શેરીએ રોટીની ટહેલ નાખતાં નમણાં ફકીરફકરાઓ, પર્વણી મેળાઓમાં નાટારંભો કરતા દેદીપ્યમાન નટડાઓ... પણ એમાં ક્યાંય સુલેખાને અંતરમાં રમતી મનોમૂર્તિનાં દર્શન નહોતાં થયાં. કાન્તિલાવણ્ય, લેખામાધુર્ય સુન્દરમ્ એ સર્વ લક્ષણો એકીસાથે ક્યાંય જોવા નથી મળતાં. એકમાં કાન્તિ છે તો લાવણ્ય નથી. બીજામાં તો લાવણ્ય છે તો રેખામાધુર્યનો અભાવ છે. સઘળા જ સૌન્દર્ય–ગુણનો સમન્વય તો એક સપનું જ રહ્યું છે. અને એ સમન્વયનું સ્વપ્ન–હોવાપણું જ તો સુલેખાના આ રસયોગનું દ્યોતક બળ હતું.

આભાશાને ઘરને એક ખૂણે આવી રીતે જ્યારે રસયોગની સાધના થઈ રહી હતી ત્યારે બીજે ખૂણે નંદન અને અમરતે એમના અર્થયોગની સાધના આરંભી દીધી હતી.

*