પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




[૩૧]


ભોરિંગેભોરિંગના લબકારા

નંદને અમરતની સૂચના પ્રમાણે જ ભૂમિકા ભજવી છે. એના હુકમ મુજબ જ ત્રણેય તાંસળીઓ વેશભૂષામાં વાપરી છે. અને નાટ્યવિધાનની બાકીની સઘળી જવાબદારીઓ અમરતે સૂત્રધારની જેમ ઉપાડી લીધી છે.

છેલ્લા છેલ્લા દિવસો દરમિયાન નંદને અસ્વસ્થ તબિયત હોવાનું પણ જાહેર કર્યું હતું.

અમરતે એ જાહેરાતનો સ્ફોટ કરીને સમજૂતી આપી હતી : ‘આટલાં બધાં વરસ પછી કૂખ ઊઘડે છે એટલે કશટ પડશે જ ને ? નાહીધોઈને સાજી–નરવી ઊઠે એટલે નિરાંત, બીજું શું ? અસ્ત્રીનો અવતાર લીધો એટલે આવી પીડા તો ભોગવ્યે જ છૂટકો ને ?’

એક વહેલી પરોઢે નંદનની એ પીડાનો પણ સુખદ અંત આવ્યો. આસપાસનાં દસવીસ ઘર સાંભળે એવી રીતે અમરતે કાંસાની થાળી ઉપર જોશપૂર્વક વેલણ પછાડ્યું. નંદનને થયેલ પુત્રપ્રસવની વધાઈ ગામ આખામાં પહોંચી વળી.

નાટકનો પડદો ઊપડતાં આખું દૃશ્ય બદલાઈ જાય એમ નંદનના જીવન–નાટકનું દૃશ્ય બદલાઈ ગયું.

આ નવા દૃશ્યમાં નંદને આભાશાની સઘળી માલમત્તાની માલેકણ છે. હજી ગઈ કાલ સુધી પોતે વારસ હોવાનો દાવો કરતી હતી એ સુલેખા આજથી વારસ મટી ગઈ છે. એ અને માનવંતી બન્નેનું સ્થળ આ ઘરમાં સમાન કક્ષાનું–નંદનના ‘ભીખ્યા ટુકડા’ વડે