પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઉકરડેથી રતન જડ્યું
૧૧
 

 ઢોરમાત્ર ફાટેલાં કાગળિયાં, સડેલાં ચીંથરાં, ગાભા ને કોહી ગયેલાં પાંદડાં જ ચાવતાં, તેની જગ્યાએ લીલાછમ ઘાસના પૂળાના ઢગલા જોઈને લોકોને કુતુહલ થયું. મારકણાં ઢોરને આઘાં હાંકી કાઢવા માટે હાથમાં લાકડી લઈને ઊભેલો ધમલો સૌનું કુતૂહલ ટાળવા માટે આભાશાને ઘેર ઘોડિયું બંધાયું એના શુભ સમાચાર કહેતો જતો હતો. કૂતરાંને બૂમો પાડી પાડીને નખાતા રોટલાઓએ વળી વધારે જાહેરાત કરી. સાંજ સુધીમાં તો જસપરના ચારેયે ઝાંપા સુધી વાત પહોંચી ગઈ કે આભાશાના અઢળક વ્યાજનો વારસ જન્મ્યો છે.

ઘણાં માણસો શેઠને મોંએ હરખ કરવા આવી ગયાં, એમાંના એક આભાશાના પિત્રાઈ અને હરીફ જીવણશા પણ હતા. જીવણશાને પણ વ્યાજવટાવનો જ ધંધો હતો. આ બંને હરીફ પિત્રાઈઓ વચ્ચેની અદાવત આજ ત્રણ પેઢીથી વારસાગત ઊતરતી આવી હતી. જીવણશાને ડેલીમાં દાખલ થતા જોઈને પહેલાં તો આભાશા જરા ચમક્યા. આજના શુભ પ્રસંગે દુશ્મનને ઘરમાં પેસતા જોઈને એમને જરા ભય લાગ્યો. પણ પોતાને ઘેરે આવતા દુશ્મનની પણ આગતાસ્વાગતા કરવી એ આ અમીર કુટુંબની ખાનદાની હતી. તેમણે જીવણશાને કોઈ ચિરપરિચિત સ્વજન જેટલા ઉમળકાથી આસન આપ્યું.

જીવણશાને ઘરમાં પેસતા દેખીને અમરત પરસાળમાં ઊભી ઊભી બળીને ખાખ થઈ જતી હતી. અમરતની સજ્જડ માન્યતા હતી કે માનવંતી ભાભીની કુખ સીવી લેનાર બીજું કોઈ નહિ પણુ કાળમુખા જીવણશાની વહુ રળિયાત જ હતી. આભાશા અને જીવાણશા વચ્ચે બાપ-માર્યાં વેર જેવાં વેર ચાલતાં હતાં અને પિત્રાઈ-પિત્રાઈ વચ્ચેની દુશ્મનાવટ અંગે વાત થતી હોય ત્યાં આ પિતરાઈઓનાં નામ ઝળહળતા ઉદાહરણ રૂપે ટંકાતાં. આવા કુટુમ્બના ઘોરખોદિયા જેવા માણસને મોટાભાઈ અર્ધા અર્ધા થઈને પોતાના પડખામાં બેસાડે છે. એ જોઈને તે અમરતનો જીવ કટકે