પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૪
વ્યાજનો વારસ
 

સીસમની સવા હાથ લાંબી આંકણી કાઢી.

ચતરભજ આ આંકણીથી પરિચિત હોય એમ ખડખડાટ હસ્યો.

અમરતને જરા આશ્ચર્ય થયું, બોલી :

‘તું એમ ન સમજતો કે આ માત્ર ચોપડામાં લીટા આંકવાની આંકણી જ છે…’

‘ના બાપૂ, ના, સારીપઠ જાણું છું કે એમાં શું છે. વીશવીશ વરસ સુધી આ હાથનાં આંગળાં વચ્ચે એ આાંકણી રમી છે. એ આંકણીથી વ્યાજના કોઠા આંકીઆંકીને મેં એના સીસમને જુઓ, લીસુંલપટ બનાવી દીધું છે.’

અને ફરી ચતરભજ ખડખડાટ હસ્યો. આ વખતના હાસ્યમાં અમરતના ઉલ્લુપણાનો ઉપહાસ પણ વરતાતો હતો.

આ ઉપહાસ સાંભળીને અમરત વીફરી. એણે આંકણીનો એક ખૂણો મુઠ્ઠી દાબીને કશુંક ઉઘાડવાનો પ્રયત્ન કરવા માંડ્યો.

હવે તો ચતરભજનું હસવું માતું નહોતું છતાં હાસ્ય વચ્ચે વચ્ચે એ તૂટક તૂટક બોલતો હતો :

‘અરે રામ રામ ! એટલુંય નથી જાણતાં ! એમ ડાબી કોર ન ફેરવાય. ડાબી કોર તો ઊલટાનું કઠણ ભીડાઈ જાશે. જમણી કોર એના પેચ ફેરવો તો ઊઘડે... હં... હં... એમ જ હં... હવે બરોબર; હવે આવડ્યું. એ તો એમ જ હાલે... બાઈડિયું માણસને આવી ચીજના વપરાશનો મહાવરો નહિ ને, એટલે જરાક અઘરું પડે... હં... પણ હવે બરાબર આવડી ગયું હોં !... હા, હજી બેક આંટા બાકી હશે... ફેરવ્યે રાખો તમતમારે... આંટા થઈ રેશે એટલે આફૂડી ખબર પડશે... એહે ! એહે ! આવું ઓજાર કોઈ દી વાપરેલ નહિ એટલે બાઈડિયું માણસ જરાક મૂંઝાઈ જાય…’

‘આંકણી ઉઘાડવાની આખી ક્રિયા દરમિયાન ચતરભજ જે ઉપહાસભર્યું સંભાષણ કરતો રહ્યો એના શબ્દે શબ્દે અમરત સળગી ઊઠી. જે માણસને પોતે અત્યારે પોતાની તાકાતનો પરચો