પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભોરિગેભોરિગના લબકારા
૨૪૫
 

બતાવીને ડારવા માગતી હતી એ જ માણસ એની મશ્કરી કરી ગયો તેથી અમરતના રોષનો પાર ન રહ્યો.

સઘળાં જોમ અને જોશ એકઠાં કરીને અમરતે આંકણીનું છૂપું ઢાંકણું ખેંચ્યું :

કાળીભમ્મર ઘટાટોપ વાદળીઓમાંથી ઓચિંતો વિદ્યુલ્લતાનો, રૂપેરી શિરોટો બહાર આવે એમ આ કાળી સીસમ–આંકણીમાંથી એક તીક્ષ્ણ શસ્ત્ર તગતગી રહ્યું.

અમરતની ધારણાઓ તો એવી હતી કે હથિયાર જોઈને ચતરભજ કાં તો પાછો હટી જશે, અથવા તો બીકનો માર્યો બારણા બહાર નીકળી જવા મથશે – જે ગણતરીએ અમરતે બારણાં બંધ કર્યા હતાં. અથવા તો ‘મને માફ કરો ! હું તમારી ગાય છું.’ કરતોકને આવીને મારા પગમાં પડશે – અને, કૂબા-વાળી વાત કોઈને નહિ કહું એવી કબૂલાત આપશે. પણ કમનસીબે અમરતની એકેય ધારણા સાચી ન પડી.

જરાય થડકો ખાધા વિના ચતરભજ તો ઊલટો વધારે બેફામ બનીને હસતો હતો.

હવે તો આ ઉપહાસ અમરત માટે અસહ્ય બની ગયો. બોલી :

‘વેખલીની જેમ ખીખી શું કર્યા કરે છે ? હસતાં શરમાતો નથી જરાય ?’

‘હસું... નહિ... ત્યારે... શું...રોવા... બેસું ... ?... હેં ? ...’

આટલા શબ્દો પણ ચતરભજ હસવા આડે બેવડ વળીવળીને માંડ ઉચ્ચારી શક્યો.

હવે તો અમરતને કાળ ચડ્યો, બોલી :

‘તારા નસીબમાં આજે સાચોસાય રોવાનું જ લખ્યું લાગે છે. મારા હાથમાં આ શું ચીજ છે એ દેખાય છે તને ?’

હવે તો ચતરભજને હસવાનો હાંફ ચડ્યો હતો એ તેણે જરા થાક ખાઈને માંડમાંડ ઓછો કર્યો, જેથી અમરતને એ