પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભોરિંગેભોરિંગના લબકારા
૨૪૭
 


અમરતની ધીરજ આવી રહી હતી. એ લગભગ ચતરભજની સામે આવીને ઊભી રહી અને ગુપ્તીની અણી આગળ ધરી હોવા છતાં ચતરભજ ઉપર તો એની કશી અસર જ નથી થતી જાણીને એ આકુળવ્યાકુળ થતાં બોલી

‘આ ગુપ્તી હવે તો તારો પ્રાણ લેશે હોં !’

‘હા…શ ! મારે એટલું જ જોઈએ છે. તમે જ મને આ જિંદગીમાં જીવતો નરકમાં નાખ્યો છે કે તમે જ મારા પ્રાણ લઈને આ નરકમાંથી ઉગારો તો તો તમારા જેવો ભલો ભગવાનેય નહિ. એટલું જ માગુ છું દેવી, આ જીવતા નરકમાંથી હવે તો મારો ઝટ છુટકારો કરો !’

આવા આક્ષેપો અને દોષારોપણો સાંભળીને અમરતને હાડોહાડ ઝેર વ્યાપી ગયું. ચત૨ભજ એના બોલવામાં આટલી બધી હદ વટાવી જશે એવો અમરતને સ્વપ્નેય ખ્યાલ નહોતો. પોતે જ જેને દૂધ પાઈને ઉછેર્યો હતો એ ભોરિંગ પોતાને જ ડંખવા આવશે એવી એને કલ્પના પણ નહોતી. હવે તો આ ભોરિંગને ઠાર માર્યે જ છૂટકો છે એમ અમરતને લાગ્યું. આ ઝેરીલા જાનવરને હવે અહીંથી જીવતો જવા દેવામાં ભલીવાર નથી. એને હવે છૂટો મેલીશ તો જરૂર એ વખધર મારી કરીકા૨વી મહેનત ધૂળમાં મેળવશે, મારી બાજીઓ ઊંધી વાળશે અને મારી બધી આશાઓ ઉપર પાણી ફેરવશે.

પસાર થતી હરેક ક્ષણ નિર્ણાયક બનતી જતી હતી. અમરતને લાગ્યું કે પોતે ઘડેલી યોજનાઓ સફળતાપૂર્વક પાર પાડવી હોય તો કોઈ ઉપર દયા રાખવી પાલવે જ નહિ. ભલેને ચતરભજ મારો પ્રિયપાત્ર રહ્યો. આજે એ પ્રિયપાત્ર મટીને મારો સમોવડિયો બનવા આવ્યો છે, મારી આડે માર્ગ રોકીને ઊભો છે. અને મારા માર્ગમાં આડશ ઊભી કરનારાઓને તો સહુને મેં જરાય દયા દાખવ્યા વિના દૂર કરી નાખ્યા છે તો આ બે દોકડાનો વાણોતર