પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ફૂલ ડૂબ્યું : પથ્થર તર્યા
૨૫૯
 


દુનિયા આખી આડી છે. પછી આડે લાકડે તો આડો વહેર જ હોય !’ અમરતે પોતાના જીવનનું તત્વજ્ઞાન થોડા શબ્દોમાં જ સમજાવી દીધું.

‘પણ આ આડા વહેરમાં તમે કેટલી જિંદગી વહેરી નાખી એની ગણતરી કરી છે કોઈ દિવસ ?’

‘મારા માર્ગની આડે જે કોઈ આવશે એને હજી પણ વહેરી નાખીશ !’

‘ઠીક બાપુ ! જેવી તમારી મરજી !’ ચતરભજે જતાં જતાં કહ્યું : ‘પણ ભલા થઈને સેવકને હવે તમારા આડા વહેરની હડફેટમાં ન લાવજો ! તમારી આડી કરવતમાં વહેરાઈ જઈશ તો વાંહે ઘેરો એક છોકરાં રઝળી પડશે.’

ચતરભજ બહાર નીકળી ગયા પછી અમરત મન શું ગણગણતી હતી :

‘સહુને પેટ હાય છે ! ઘડીક વાર પહેલાં આ જ ચતરભજ મને ધમકી આપતો હતો કે ફૂલ ડૂબાડીને પથ્થરને નહિ તરવા દઉં... પણ મેં એને ગુપ્તીની અણીએ નહિ તો છેવટે મુનીમ–૫દની ગોળીએ મારી નાખ્યો. એને પણ બિચારાને કબૂલ કરવું પડ્યું કે ફૂલ ડૂબ્યું ને પથ્થર તર્યો. તરાવતાં આવડવું જોઈએ ! પંડ્યમાં ૨તિ જોઈએ....’

*