પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળા, બોલ દે !
૨૭૩
 

 ફરજ પણ અદા કરે છે. રિખવ કરતાં પણ પદ્મકાન્તની જિંદગીની વધારે કાળજી લેવાય છે, વધારે સાવચેતી અને તકેદારી રખાય છે; કારણ કે રિખવના સમયમાં કુટુમ્બના દુશ્મનોની જે સંખ્યા હતી, એમાં પદ્મકાન્તના સમયમાં વધારો થયો છે. આ સહુ દુશ્મનો સામે વ્યાજના વારસને ટકાવી રાખવા માટે નંદન ઈંડાંની જેમ પદ્મકાન્તનું સેવન કરી રહી છે.

તેથી જ, જ્યારે ભૂંગળિયાઓનાં ભૂંગળ, રંગલાનાં ટોળટીખળ અને છોકર–ભૂંજારની હસાહસ સાંભળીને પદ્મકાન્તે પાદર જવાની હઠ લીધી ત્યારે નંદને ના પાડી !

બીજી બાજુ ચતરભજ ધૂંધવાઈ રહ્યો હતો. અમરત આટલી હદે જઈને પોતાને છેહ દેશે એમ એણે નહોતું ધાર્યુ. ફૂલ ડુબાડીને પથ્થરને તરાવવા જેવું ભગીરથ કાર્ય પાર પાડવામાં પોતે મૌન જાળવીને અમરતને સહાય કરી હતી. પોતે મૌન ન જાળવ્યું હોત તો અમરતની બધી બાજી ઊંધી વળી હોત અને ફજેતીના ફાળકા થયા હોત, પણ આજે અમરત એ બધું ભૂલી ગઈ લાગે છે. એનું મગજ ફરી ગયું છે કે શું ? ઓધિયાને જાકારો આપીને આ સૂતેલા સિંહને એ કાં જગાડે છે ? આ ચત૨ભજ વીફરશે તો અમરતની ખાનાખરાબી કરી નાખશે. ગંજીપાનાં પાનાં ગોઠવીને ઊભા કરાયેલ એકદંડિયા મહેલને આ મુનીમ એક ફૂંક ભેગો ઉડાડી મૂકશે.

એ પદ્મકાન્ત શેઠ ! અમરતે ઊભું કરેલું બનાવટી ઢીંગલું ! દુનિયા પણ આંધળી જ છે ને ! ઊગતાને પૂજવા સિવાય કશી ગતાગમ એને નથી, પદ્મકાન્ત શેઠ આજે પાંચ વરસના થઇ શક્યા એ પણ મારા મૌનના પ્રતાપે. મેં ધાર્યું હોત તો તે દિવસે જ ‘પદ્મકાન્ત’નાં મોરપીંછ ખેંચી કાઢીને સાચા ‘પસિયા’ કે ‘પમલા’ને છતો કરી દીધો હોત ! પણ હું ઓધિયા સારું મુનીમપદું