પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળા, બોલ દે !
૨૭૫
 

 ઉગમણા ગોખવાળી અંબા માતાની સ્તુતિ અને ‘મારુજીની ઢોલા’ના ચાર પ્રહરના વર્ણનથી ભવાઈની શરૂઆત થઈ.

પહેલો વેશ દૂંદાળા ને સૂંઢાળા દુઃખભંજણા દેવનો આવ્યો અને ગયો. પછી ટીપણાને બદલે ‘પીટણા’માંથી રાતી રાતી ધીમેલો ને કાળા કાળા મકોડા વાંચીને જોષ જોનાર ભરમા બ્રાહ્મણનો વેશ આવ્યો. આજ દિવસ સુધી કોઈની કન્યા ન પામેલો આ ભટ્ટ ‘કુંવારો જ મરશે, તો મીંદડો થપ અવત૨શે’ એવી ધમકી આપીને ‘જેવા ઉનાળાના તડકા એવા ભટ્ટના મનમાં છે ભડકા.’ એવી કરુણ સ્થિતિનું બયાન આપ્યા પછી ડાયરાને આ ભડકા ઠારવાની આજીજી કરતો ગયો.

નટાવો આવ્યો અને સાવ ટૂંકા મહેનતાણાના બદલામાં ‘ગામનો રાગ, દોગ, તરિયો, ઉધરસ, ઉંટાટી, વા, વાગડ, સાથી, બાળધી તમામ જાજો દરિયાની પેલે પાર.’ એવો આશીર્વાદ આપતો ગયો. કેરબા આવીને નાચતા નાચતા સળી ઉપર થાળીઓ ફેરવવાનો કપરો કસબ બતાવતા ગયા.

પણ હજી પદ્મકાન્તને ઘરભેગો કરવાનું રઘીને યાદ આવતુ નથી.

‘ગોવાલિયર’ સહેરથી ખાસ ગુજરાત દેશ જોવા માટે માણેકચોકમાં આવેલ મિયાં – બીબીના વેશમાં ‘મિયાં, તેરી બાટડી દેખું’ને બદલે શામળિયાએ ‘મિયાં, તેરી ઠાઠડી દેખું’ એવી સસ્તી મજાક પણ કરી લીધી.

રઘીને રસ જામતો ગયો, પદ્મકાન્ત પણ ગેલમાં આવી ગયો.

‘અડેક નંદા, તડેક નંદા, આવે માજન મલપતા, જુવાડ સે, જુવાડ સે, એ માજન આવ્યું, ગામને ડહકો આવટો ઠીયો, જુવાડ સે !’ કરતોકને વાણિયાનો વેશ આવ્યો. રસ્તે જતાં, ફૂટેલ ઘડાનાં, ઠીકરાં ઉપરથી, પાણી ભરવા સંચરેલ પોતાની શેઠાણીનો ઘડો પારખી કાઢનાર આ ઠીકરી – પારેખે પોતાનાં ત્રણ અન્ય ઉપનામો –